Gujarat Exclusive > દેશ-વિદેશ > ‘મોદીજી અમારા બાળકોની વૅક્સિન વિદેશ કેમ મોકલી?’ પોસ્ટર લગાવનારા 9ની ધરપકડ

‘મોદીજી અમારા બાળકોની વૅક્સિન વિદેશ કેમ મોકલી?’ પોસ્ટર લગાવનારા 9ની ધરપકડ

0
86

નવી દિલ્હી: સરકારની આલોચના કે સરકારની નીતિ વિરુદ્ધ લખવું અનેક લોકો માટે મુશ્કેલી સર્જી રહ્યું છે. દિલ્હીથી લઈને ઉત્તર પ્રદેશ સુધી સરકારની આલોચના કરનારા લોકોની ધરપકડથી લઈને તેમના પર FIR દાખલ કરવામાં આવી રહી છે. દિલ્હી પોલીસે વડાપ્રધાન મોદી વિરુદ્ધ પોસ્ટર લગાવવાના કેસમાં 9 લોકોની ધરપકડ કરી છે.

દિલ્હી પોલીસે ગુરુવારે કોવિડ વૅક્સિનેશન ડ્રાઈવ સાથે સંકળાયેલી વડાપ્રધાન મોદીની આપત્તિજનક ટિપ્પણીઓ વાળા પોસ્ટર લગાવવાના આરોપમાં 9 લોકોની ધરપકડ કરી છે અને અનેક જિલ્લાઓમાં 10 FIR દાખલ કરવામાં આવી છે.

ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ મુજબ, પોલીસે કહ્યું કે, ગુરુવારે પૂર્વ દિલ્હીના કલ્યાણપુરીથી 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ તમામ લોકો આમ આદમી પાર્ટીના કોર્પોરેટર ધીરેન્દ્ર કુમાર તરફથી પોસ્ટર ચોંટાડી રહ્યાં હતા. પોલીસે કહ્યું કે, ધીરેન્દ્ર કુમારની સંડોવણીની તપાસ કરવામાં આવશે. જો કે કોર્પોરેટરનું કહેવું છે કે, તેમને પોતાના વિરુદ્ધ આવા કોઈ આરોપ અંગે જાણકારી નથી.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, તેમને જાણકારી મળી હતી કે, દિલ્હીના અનેક વિસ્તારોમાં “મોદીજી અમારા બાળકોની વૅક્સિન વિદેશ કેમ મોકલી દીધી?” વાળા પોસ્ટર લગાવવામાં આવ્યા છે.

જે બાદ પૂર્વોત્તર જિલ્લામાં 3 FIR અને બેની ધરપકડ, ઉત્તરમાં એક FIR અને એકની ધરપકડ અને દ્વારકામાં એક FIR અને બેની ધરપકડ, રોહિણીમાં 2 FIR તેમજ મધ્ય અને પશ્ચિમ જિલ્લાઓમાં એક-એક FIR દાખલ કરવામાં આવી છે. પોલીસ પેટ્રોલિંગ ટીમે કલ્યાણપુરીથી 4 લોકો દીલિપ લાલ, શિવમ દુબે, રાહુલ ત્યાગી અને રાજીવ કુમારથી ધરપકડ કરી છે.

નિવૃત IAS અધિકારી સૂર્ય પ્રતાપ સિંહ પર FIR
ઉન્નાવમાં નિવૃત આઈએએસ અધિકારી સૂર્ય પ્રતાપ સિંહ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. તેમના પર એક ટ્વીટ થકી લોકોને ભડકાવવાનો આરોપ લાગ્યો છે. એસપી સિંહનું ટ્વીટ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યું છે. જેને લઈને ઉન્નાવ પોલીસે ટ્વીટના આધારે મહામારી એક્ટ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અને આઈટી એક્ટ અંતર્ગત ગુનો દાખલ કર્યો છે.

પોતાના પર FIR અંગે સૂર્ય પ્રતાપે ટ્વીટર પર લખ્યું છે કે, આજે ઉન્નાવમાં મારા ઉપર ગંભીર કલમો હેઠળ વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઉન્નાવ પોલીસનું કહેવું છે કે, તરતી લાશો પર મારા દ્વારા કરવામાં આવેલું ટ્વીટ ભ્રામક છે. યોગીજીએ બે દિવસમાં 2 FIR દાખલ કરી છે. જે યુપી મૉડલની પોલ ખોલવાનું ઈનામ છે.

આ પણ વાંચો:  કોરોનાના કહેર વચ્ચે મમતા સરકારની જાહેરાત, બંગાળમાં કાલથી 30મીં મે સુધી સંપૂર્ણ લૉકડાઉન

અગાઉ તેમને ટ્વીટર પર લખ્યું હતું કે, 67 શબોને યોગી સરકારે ગંગાના કાંઠે જેસીબીથી ખાડો ખોદીને દફન કરી દીધી છે. મૃતદેહોના અંતિમ સંસ્કાર હિન્દુ રીતિ રિવાજથી ના કરવા હિન્દુઓ માટે એક કલંક જોવું છે. ઉત્તર પ્રદેશનું આ યોગી મૉડલ છે, જીવિતની સારવાર નહી, મૃતકના અંતિમ સંસ્કાર નહીં.

હવે ઉન્નાવ પોલીસે દાવો કર્યો છે કે, જે 100 મૃતદેહો ગંગામાં તરતા દેખાડવામાં આવી રહ્યાં છે. તે જાન્યુઆરી 2014ના છે. એસપી સિંહે જે ફોટો શેર કર્યો છે, તેમાં મૃતદેહો ગંગામાં વહેતા જોવા મળી રહ્યાં છે. આ ટ્વીટ વાયરલ થઈ રહ્યું છે.

આંધ્ર પ્રદેશમાં સરકાર સામે અવાજ ઉઠાવનારા સાંસદની ધરપકડ
આંધ્ર પ્રદેશમાં વાયએસઆર કોંગ્રેસ પાર્ટીના બળવાખોર સાંસદ રઘુરામ કૃષ્ણ રાજૂની શુક્રવારે મોડી રાત્રે CIDએ રાજદ્રોહ સહિત અલગ-અલગ આરોપો હેઠળ ધરપકડ કરી છે. રાજુ પર આરોપ છે કે, તેઓ નફરત ફેલાવે તેવા ભાષણો આપીને સમાજો વચ્ચે વૈમનસ્યુ ઉભુ કરવા અને સરકાર સામે અસંતોષને વધારવાના કામમાં સામેલ છે.

જણાવી દઈએ કે, નરસાપુરમ લોકસભા બેઠક પરથી સાંસદ રાજૂએ એક વર્ષથી જ પોતાની પાર્ટી વાયએસઆર કોંગ્રેસ સામે બાંયો ચઢાવી છે. તેઓ મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડી અને સરકારની નીતિઓ વિરુદ્ધ અવારનવાર ટિપ્પણીઓ કરતા રહે છે. છેલ્લા કેટલાક દિવસોથી તેઓ કોરોનાને લઈને રાજ્ય સરકારની નીતિઓની ટીકા કરી રહ્યા હતા

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat