Gujarat Exclusive > દેશ-વિદેશ > ચીન નહીં સ્પેનમાં સૌથી પહેલા મળ્યો હતો કોરોના વાઈરસ, સ્ટડીના દાવાથી લોકો ચોંક્યા

ચીન નહીં સ્પેનમાં સૌથી પહેલા મળ્યો હતો કોરોના વાઈરસ, સ્ટડીના દાવાથી લોકો ચોંક્યા

0
573
  • સ્પેનમાં માર્ચ-2019માં મળ્યો હતો કોરોના
  • સીવેજના પાણીમાં ગત વર્ષે કોરોનાની પુષ્ટિ

દુનિયાભરમાં કોરોના વાઈરસનો વધતું સંક્રમણ ચિંતાનું કારણ બન્યું છે. દરરોજ કોરોના સંક્રમણના કેસો વધી રહ્યા છે. જો કે રાહતની વાત છે કે, તેની સારવાર માટે હવે કેટલીક દવાઓ ઉપલબ્ધ છે, જેના કારણે પહેલાની સરખામણીમાં રિકવરી રેટ વધી ગયો છે. આ વાઈરસ ચીનના વુહાન શહેરથી દુનિયાભરમાં ફેલાયો એટલે તેની શરૂઆત ચીનના વુહાનથી માનવામાં આવે છે. જો કે એક સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો છે કે, કોરોના ચીનના વુહાનથી 9 મહિના પહેલા સ્પેનમાં ક્યાંક મળી આવ્યો હતો. શોધકર્તાઓના આ દાવાથી લોકો પણ ચોંકી ગયા છે.

વુહાનના નવ મહિના પહેલા સ્પેનમાં વાયરસ
દુનિયાભરમાં લોકોને અત્યાર સુધી એવુ જ લાગતુ હતુ કે, કોરોના વાઈરસ ચીનના વુહાન શહેરથી આખા વિશ્વમાં ફેલાયો છે, પરંતુ શોધકર્તાઓની સ્ટડીએ લોકોને નવાઈ લાગી છે. શોધકર્તાઓનો દાવો છે કે, ચીનના વુહાનના નવ મહિના પહેલા સ્પેનમાં કોરોના વાઈરસ જોવા મળ્યો હતો.

બાર્સેલોના યૂનિવર્સિટી ખાતે શોધ
સ્પેનની બાર્સેલોના યુનિવર્સિટીમાં કોરોના વાઈરસ પર શોધ કરનાર વૈજ્ઞાનિકોએ તેમના રિસર્ચમાં આ દાવો કર્યો છે. તેમનું કહેવું છે કે, કોરોના વાયરસ સૌથી પહેલા ચીનના વુહાન શહેરમાં નહીં પરંતુ સ્પેનમાં જોવા મળ્યો હતો. વૈજ્ઞાનિકોએ તેમના રિસર્ચમાં જણાવ્યુ છે કે, સ્પેનના સીવેજના પાણીમાં માર્ચ 2019 માં જ કોરોના વાઈરસની હાજરી મળી હતી.

આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અથડામણ, 3 આતંકવાદીઓ ઠાર

સીવેજ વોટરમાં કોરોના વાયરસ
આ સ્ટડીમાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે, સ્પેનના સીવેજ વોટરમાં વાઈરસ મળ્યાના નવ મહિના પછી ડિસેમ્બર 2019માં ચીનના વુહાનમાં કોરોનાની હાજરી જોવા મળી હતી. વૈજ્ઞાનિકોના આ દાવાથી કોરોના વાઈરસની ઉત્પત્તિ વિશેની ચર્ચા શરૂ થઈ શકે છે.

નમૂનામાં વાઈરસ મળ્યો
રિસર્ચમાં જણાવાયું છે કે બાર્સેલોનામાં 12 માર્ચ 2019ના રોજ કોરોના સંક્રમણ મળ્યું હતુ. આ રિસર્ચમાં જાન્યુઆરી 2018 થી ડિસેમ્બર 2019 વચ્ચે સ્પેનના જુદા જુદા શહેરોમાંથી જમા થયેલા ગંદા પાણીના નમૂનાઓનું પરીક્ષણ કર્યુ અને વિશ્લેષણ કરવામાં આવ્યું હતુ. શોધકર્તાઓને એક નમૂનાને બાદ કરતા બાકીનામાં કોરોના વાઈરસની હાજરી મળી નથી.

આ પણ વાંચો: કોંગ્રેસનો આરોપ- PM CARES ફંડમાં ચીનની કંપનીઓએ આપ્યું ડૉનેશન

પ્રથમ સત્તાવાર કેસ 2020 ફેબ્રુઆરીમાં
જો કે સ્પેનમાં કોરોના વાઈરસ સંક્રમણનો પ્રથમ કેસ સત્તાવાર રીતે ફેબ્રુઆરી 2020માં સામે આવ્યો હતો. જ્યારે સ્ટડીમાં વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ગંદા પાણીના જે એક નમૂના નિમ્ન સ્તર પર કોરોના વાઈરસના જીન મળ્યા, તે નમૂના 12 માર્ચ 2019 ના રોજ બાર્સેલોના શહેરમાંથી લેવામાં આવ્યો હતો. આ દાવાએ ઘણા લોકોને આંચકો આપ્યો છે.

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથીતેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.