Gujarat Exclusive > દેશ-વિદેશ > વુહાનથી ખતમ થઇ ગયો કોરોના વાયરસ, અંતિમ દર્દીને પણ મળી હોસ્પિટલમાંથી રજા

વુહાનથી ખતમ થઇ ગયો કોરોના વાયરસ, અંતિમ દર્દીને પણ મળી હોસ્પિટલમાંથી રજા

0
775

ચીનના વુહાન શહેરમાંથી વિશ્વભરમાં ફેલાયેલા કોરોના વાયરસ સંક્રમણનો કહેર જોવા મળી રહ્યો હોય પરંતુ વુહાનની હોસ્પિટલે કોરોના વાયરસ સંક્રમિત અંતિમ દર્દીને રજા આપી દીધી છે. હવે વુહાનની કોઇ પણ હોસ્પિટલમાં કોરોના સંક્રમણનો કોઇ કેસ નથી. ત્રણ મહિનાથી વદુસમયમાં આ પ્રથમ વખત છે જ્યારે વુહાનમાં સંક્રમણનો કોઇ કેસ નથી. ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગ (NHC)એ સોમવારે જાહેરાત કરી કે દેશમાં કોરોના વાયરસ સંક્રમણના ત્રણ નવા કેસની પૃષ્ટી રવિવારે થઇ છે.

જેમાં ચીનના બે નાગરિક વિદેશથી પરત ફર્યા છે અને એક વ્યક્તિ સ્થાનિક સ્તરે સંક્રમિત થયો છે. આયોગે જણાવ્યુ કે ચીનમાં સંક્રમણથી 4,633 લોકોના મોત થઇ ચુક્યા છે પરંતુ રવિવારે મોતનો કોઇ નવો કેસ સામે આવ્યો નથી. રવિવાર સુધી દેશમાં સંક્રમણના 82,830 કેસ હતા. જેમાંથી 77,474 લોકો સારવાર બાદ સ્વસ્થ્ય થઇ ચુક્યા છે જ્યારે 723 લોકોની સારવાર હજુ ચાલી રહી છે, તેમણે જણાવ્યુ કે રવિવારે 80 દર્દીઓના સ્વસ્થ્ય થયા બાદ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.

આ વચ્ચે કોરોના વાયરસ સંક્રમણના ત્રણ મહિનાથી વધુ સમય સુધી ચાલેલી લડાઇ બાદ વુહાનમાં રવિવારે સંક્રમણનો એક પણ દર્દી નથી. સમાચાર એજન્સી શિન્હુઆએ આયોગના એક પ્રવક્તા મી ફેંગના હવાલાથી પોતાના એક અહેવાલમાં કહ્યું છે કે આ બધુ વુહાનના સ્વાસ્થ્ય કર્મીઓ તથા દેશના અન્ય ભાગમાંથી ત્યા મોકલવામાં આવેલા સ્વાસ્થ્ય કર્મીઓની મહેનતને કારણે શક્ય બની શક્યુ છે.

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથી, તેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

 

સાત દિવસ પહેલા રડાવીને ગયેલા બે માસુમ કોરોના સામે જંગ જીતી પરત ફરતા ખુશીનો માહોલ