Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > સ્પેનથી પરત આવેલી મહિલામાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા SVPમાં કરાઈ દાખલ

સ્પેનથી પરત આવેલી મહિલામાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા SVPમાં કરાઈ દાખલ

0
403

અમદાવાદ શહેરમાં પણ ધીરે ધીરે કોરોના વાયરસ જોર પકડી રહ્યું છે ત્યારે બીજો એક કોરોનાનો કેસ શંકાસ્પદ કેસ પ્રકાશમાં આવતા તંત્રમાં ભારે દોડધામ મચી જવા પામી છે. સ્પેનથી પરત ફરી રહેલ એક મહિલાની અમદાવાદ એરપોર્ટ પર તપાસ કરતા તેનામાં આ વાયરસના લક્ષણો જોવા મળતા તાત્કાલિક તેને સારવાર માટે SVP હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

સ્પેનથી પરત ફરી આવી રહેલ અમદાવાદ એક યુવતિનું એરપોર્ટ પર તપાસ કરતા તેનામાં કોરોના વાયરસના શંકાસ્પદ લક્ષણો જોવા મળતા તેને તાત્કાલિક સારવાર માટે અમદાવાદની SVP હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જયાં તેની લોહીની તપાસ કરી તમામ નમુના રિપોર્ટ માટે પૂણે ખાતે લેબમાં મોકલી આપવામાં આવ્યા છે.

આ અગાઉ પણ અમદાવાદના બોપલ ખાતે રહેતી એક મહિલા જે થાઈલેન્ડથી પરત ફરી હતી તેની પણ તપાસ કરતા તેમાં કોરોનાના લક્ષણો દેખા દેતા તેને સીવીલમાં દાખલ કરવામાં આવી હતી. આ મહિલાનો લોહીનો રિપોર્ટ પૂણેથી ન આવતા તેને રજા આપવામાં આવી નથી.

અમદાવાદ શહેરમાં અંદાજે 200થી વધુ લોકો મ્યુનિ. હેલ્થ વિભાગની 72 ટીમોના સ્ક્રિનિંગ હેઠળ છે જેમનું 14 દિવસ સુધી સ્ક્રિનિંગ કરવામાં આવશે. મોટાભાગના લોકો વિદેશથી આવ્યા છે. થાઇલેન્ડમાંથી આવતા લોકોમાં આ વાઇરસ હોવાની વધુ શંકા છે. ચીનથી આવતા તમામ લોકો વાયા થાઇલેન્ડ થઈને અમદાવાદ આવે છે.

અમદાવાદ: કોરોના વાયરસના એક શંકાસ્પદ કેસમાં જ સરકારે ખરીદ્યા 1 કરોડના માસ્ક