ગુજરાતમાં કોરોના વાયરસના કેસો ફરી એકવાર વધતા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 45 નવા કેસ સામે આવ્યા છે અને 36 લોકો સાજા થઈ પોતાના ઘરે પરત ફર્યા છે. રાજયમાં અત્યાર સુધીમાં કુલ 8,17,239 લોકોએ કોરોના સામે જંગ જીત્યો છે જેના કારણે રિકવરી રેટ પણ 98.74 ટકાએ પહોંચ્યો છે.
ગુજરાતમાં હાલ કુલ 326 એક્ટિવ કેસ છે. જેમાંથી 06 નાગરિકો વેન્ટિલેટર પર છે અને 320 નાગરિકો હાલ સ્ટેબલ છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 8,17,239 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 10094 નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે.
ગુજરાતમાં કોરોના વાયરસની જિલ્લાવાર સ્થિતિ જોઈએ તો, અમદાવાદ કોર્પોરેશનમાં 12 કેસ, ભાવનગર કોર્પોરેશન 11, સુરત કોર્પોરેશન 5, વડોદરા કોર્પોરેશન 5, દાહોદ 3, નવસારી, રાજકોટ અને વલસાડમાં 2-2 અને કચ્છ તથા રાજકોટ કોર્પોરેશનમાં 1-1 કેસ સામે આવ્યા છે. આ પ્રકારે કુલ 44 કેસ સામે આવ્યા છે.