Gujarat Exclusive > દેશ-વિદેશ > કોરોના: દુનિયાભરમાંથી સામે આવ્યા 48486 નવા કેસ, પાછલા 24 કલાકમાં 2389 લોકોના મોત

કોરોના: દુનિયાભરમાંથી સામે આવ્યા 48486 નવા કેસ, પાછલા 24 કલાકમાં 2389 લોકોના મોત

0
467

નવી દિલ્હી, લોકડાઉન, કર્ફ્યૂ અને સોશિયલ ડિસ્ટેન્સિંગના ઉપાયો પર જોર આપવા છતાં દુનિયાભરના 196 દેશોમાં કોરોનાના નવા કેસ પ્રતિદિવસ સામે આવી રહ્યાં છે. બુધવારે પણ દુનિયાભરમાં કોરોના સંક્રમણના 48486 નવા કેસ સામે આવ્યા. જેથી કુલ કેસોની સંખ્યા વધીને 4,68,6800થી વધારે થઇ ગઇ છે. ગઇકાલે કોરોના સંક્રમણથી દુનિયાભરમાં 2389 લોકોના મોત થઇ ગઇ અને જેથી મોતોનો કુલ આંકડો વધીને 21000ને પાર કરી ગઇ. હજુંપણ પણ અમેરિકા, ઈટાલી, સ્પેન અને ફ્રાન્સ આ વાયરસના સંક્રમણથી ખુબ જ ખરાબ રીતે પ્રભાવિત છે.

અમેરિકામાં સૌથી વધારે નવા કેસ, ઈટાલીમાં સૌથી વધારે મોત

બુધવારના દિવસે અમેરિકા માટે ફરીથી ખરાબ સાબિત થયો અને અહીં 13347 નવા કેસ સામે આવ્યા જેનાથી સંક્રમણના કુલ કેસ વધીને 68203 થઇ ગયા. અમેરિકામાં ગઈકાલે 247 લોકોના મોત થઇ ગયા જેથી કુલ મોતોની સંખ્યા વધીને 1027 થઇ ગઇ છે. નવા કેસના મામલાઓમાં કાલે સ્પેન બીજા નંબર પર રહ્યું અને ત્યા 7457 નવા કેસ સામે આવ્યા અને કુલ કેસોની સંખ્યા વધીને 49515 થઈ ગઈ છે. સ્પેનમાં બુધવારે આ સંક્રમણથી 656 લોકોના મોત થઇ જેથી કુલ મોતનો આંકડો વધીને 3647 થઇ ગયા છે.

તો બીજી તરફ ઈટાલીમાં બુધવારે પણ 683 વધુ લોકોની આ સંક્રમણથી મોત થઇ ગઈ જેથી કુલ મોતોની સંખ્યા વધીને 7503 પહોંચી ગઈ છે. અહીં પણ નવા કેસ સામે આવ્યા જેથી સંક્રમણના કુલ કેસ વધીને 74386 થઇ ગઈ, જર્મનીમાં પણ 4332 નવા કેસ સામે આવ્યા જેમાંથી કુલ કેસ વધીને 37323 થઇ ગયા જ્યારે 47 લોકોના મોત સાથે કુલ મોતોનો આંકડો 206 થઇ ગયો છે.

ઈરાનમાં કાલે 2206 નવા કેસ સામે આવ્યા અને કુલ કેસ વધીને 27017 થઇ ગયા, અહીં 143 લોકોના મોત પણ થઇ ગયા અને કુલ મોતોનો આંકડો 2077 પર પહોંચી ગયો. ફ્રાન્સ પણ કાલે આ સંક્રમણથી ખરાબ રીતે પ્રભાવિત થયા અને અહીં 2929 નવા કેસ સામે આવ્યા અને કુલ કેસ વધીને 25233 થઇ ગયા છે. અહીં 231 લોકોના મોત પણ થઇ ગયા જેમાંથી કુલ મોતોની સંખ્યા વધીને 1331 પહોંચી ગઈ છે. તે ઉપરાંત સ્વિટ્ઝલેન્ડમાં 1020 અને બ્રિટનમાં પણ 1452 નવા કેસ સામે આવ્યા છે.

3 અરબ લોકો ઘરોમાં બંધ છે, ચીન પર આરોપ

વિશ્વભરમાં ફેલાયેલી કોરોના વાયરસ મહામારીથી લંડનમાં સરકારની લડત વચ્ચે લગભગ 70 દેશોના ત્રણ અરબ લોકોને ઘરોની અંદર જ રહેવા માટે કહેવામાં આવ્યું છે. આર્જેન્ટીના, બ્રિટન, ફ્રાન્સ, ભારત અને ઈટાલી તથા અમેરિકાના કેટલાક રાજ્યોએ અનિવાર્ય લોકડાઉન લાગૂ કર્યું છે. અન્ય તેઓ કર્ફ્યૂ અને સામાજિક દૂરી બનાવવા જેવા ઉપાય અપનાવ્યા છે.

બીજી તરફ અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિઓએ કહ્યું કે, સાત ઓદ્યોગિત શક્તિઓના સમૂહના વિદેશ મંત્રીઓએ બુધવારે તે વાત પર સહમતિ વ્યક્ત કરી કે ચીન કોરોના વાયરસ મહામારીમાં એક ‘ખોટી સૂચના’ અભિયાન ચલાવી રહ્યું છે. વીડિયો કોન્ફ્રન્સ પછી પત્રકારોને કહ્યું કે, આજે સવારે થયેલી બેઠકમાં સામેલ દેશોમાંથી દરેકને ખોટી સૂચના અભિયાન વિશે બધી જ જાણકારી હતી અને ચીની કોમ્યુનિસ્ટ પાર્ટી, વાસ્તવમાં જે કંઇ પણ થયું છે, તેનાથી ધ્યાન હટાવવાની પૂરેપૂરી કોશિષ થઇ રહી છે.

કેરલ: માત્ર 20 મીનિટમાં એક વ્યક્તિમાંથી ચાર લોકો સુધી પહોંચ્યો કોરોના વાયરસ