Gujarat Exclusive > ગુજરાત > જાણો 31 ડિસેમ્બર સુધી વાહનચાલકોને શેમા-શેમા રાહત મળી

જાણો 31 ડિસેમ્બર સુધી વાહનચાલકોને શેમા-શેમા રાહત મળી

0
489

નવી દિલ્હીઃ તમે જો રસ્તામાં જતા હોય અને પોલીસ તમને અટકાવીને ડ્રાઇવિંગ લાઇસન્સ (driving licence) કે  (corona-vehicles) આરસી બૂક (RC book) માંગે અને તે તમારી પાસે ન હોય તો ચિંતા કરવાની જરૂર નથી. કેન્દ્ર સરકારે આ માટેની એડવાઇઝરી જારી કરીને તેના માટેની સમયમર્યાદા 31 ડિસેમ્બર 2020 સુધી લંબાવી છે.

તમારી પાસેનું લાઇસન્સ એક્સપાયર થઈ ગયું હોય તો પણ ચિંતા કરવાની જરૂર નથી. કોરોનાની (corona-vehicles)વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકારના માર્ગ અને વાહન વ્યવહાર મંત્રાલય દ્વારા એડવાઇઝરી જારી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃસુરતમાં કોરોના સંક્રમણ રોકવા પોલીસ કમિશનરે લીધો મહત્વનો નિર્ણય

આ એડવાઇઝરી (corona-vehicles) મુજબ વાહન અને વાઇસન્સ સંબંધિત દસ્તાવેજોમાંથી 31 ડિસેમ્બર 2020 સુધી મુક્તિ આપવામાં આવી છે. આ દસ્તાવેજોમાં વાહનનું ફિટનેસ સર્ટિફિકેટ, ડ્રાઇવિંગ લાઇસન્સ અને આર.સી. પરમિટનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત શિખાઉ લાઇસન્સ સંબંધિત છ માસની સમયમર્યાદા બાદ શિખાઉ લાઇસન્સની પુનઃ શીખાઉ લાઇસન્સ ઇશ્યૂ કરવાની કામગીરી માટે અરજદારે ફક્ત વાહનના પ્રકાર સંલગ્ન શિખાઉ લાઇસન્સ ફી (corona-vehicles)ભરવાની રહેશે. અન્ય તમામ ફી જેવી કે સ્માર્ટકાર્ડ અરજી ફી વગેરે કેરી ફોરવર્ડ થશે, એમ વાહન વ્યવહાર કમિશ્નરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ 204 પર પહોંચ્યો અમદાવાદમાં માઇક્રો કન્ટેઇન્મેન્ટના વિસ્તારોનો આંક

સરકારે કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ રાહત લંબાવી છે. સરકાર આ વર્ષે ફેબ્રુઆરીથી આ મર્યાદા સતત લંબાવતી આવી છે. હાલમાં અમદાવાદના આરટીઓમાં જોઈએ તો દિવાળી સુધીની એપોઇન્ટમેન્ટ ફુલ માનવામાં આવે છે. તેથી હવે જો નવી એપોઇન્ટમેન્ટ તારીખ લેવી હોય તો તે દિવાળી પછી જ મળી શકે છે.