Gujarat Exclusive > દેશ-વિદેશ > કોરોનાની વૅક્સીન આવ્યા બાદ શું છે સૌથી મોટો પડકાર; કેવી છે સરકારની તૈયારી?

કોરોનાની વૅક્સીન આવ્યા બાદ શું છે સૌથી મોટો પડકાર; કેવી છે સરકારની તૈયારી?

0
12

India Fight Against Corona: કોરોના સામેની જંગમાં હવે સૌ કોઈની નજર વૅક્સીન (Corona Vaccine) પર ટકી રહી છે. સમગ્ર વિશ્વમાં સતત વૅક્સીન પર રિસર્ચ અને ટ્રાયલ (Corona Vaccine Trial) થઈ રહ્યા છે. આશા છે કે, આગામી મહિને જ ફાઈઝર કંપનીની વૅક્સીનને (Pfizer Corona Vaccine) મંજૂરી મળી જશે. ભારતમાં સ્વદેશી કોરોના વૅક્સીન “કોવૅક્સીન”ના (Covaxin) ત્રીજા તબક્કાનું ટ્રાયલ પણ શુક્રવારે હરિયાણામાં શરૂ થઈ ચૂક્યું છે.

કોરોના વૅક્સીનની (Corona Vaccine) રેસમાં અન્ય પણ અનેક કંપનીઓ છે અને કેટલીક વૅક્સીનનું ટ્રાયલ (Corona Vaccine Trial) અંતિમ તબક્કામાં પહોંચી ચૂક્યું છે. ફાર્મા કંપનીઓએ વૅક્સીન બનાવવાના સૌથી મોટા પડકારને તો કેટલેક અંશે પાર કરી લીધો છે, પરંતુ હવે મોટો પડકાર તેના સંગ્રહ (Corona Vaccine Storage) અને વિતરણનો (Corona Vaccine Supply) ઉભો થયો છે.

ફાઈઝર કંપનીની વૅક્સીન (Pfizer Corona Vaccine) સામાન્ય ફ્રિઝરમાં લગભગ 5 દિવસ સુધી ઠીક રહે છે. જો લાંબા સમય સુધી સ્ટોર (Corona Vaccine Storage) કરવી જરૂરી જણાય તો, તેને માઈનસ 70 ડિગ્રીનું તાપમાન જોઈએ. બીજી તરફ મૉર્ડર્નાની વૅક્સીન 2 થી 8 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં 30 દિવસ સુધી સુરક્ષિત રહી શકે છે. જો તેને 6 મહિના સુધી સાચવીને રાખવી હોય, તો માઈનસ 20 ડિગ્રી તાપમાન રાખવું પડશે.

વૅક્સીનનો સંગ્રહ (Corona Vaccine Storage) અને વિતરણ (Corona Vaccine Supply) કેવી રીતે કરવો છે? તેને લઈને આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય અને સ્થાનિક સ્તરે તડામાર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. મોટાભાગના શહેરો અને જિલ્લાઓમાં તેના માટે વ્યવસ્થા ગોઠવાઈ ચૂકી છે અથવા તો તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.

આ પણ વાંચો: જીવ ગુમાવનારા કોરોના વોરિયર્સના બાળકોને મળશે MBBSમાં અનામત

કોરોના વૅક્સીનની જાળવણીને (Corona Vaccine Storage) લઈને દિલ્હીની તમામ મોટી હોસ્પિટલોમાં આધૂનિક કોલ્ડ ચેનની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યાં મોટી સંખ્યામાં વૅક્સીનના સંગ્રહ કરવાની વ્યવસ્થા છે. કેટલાક જિલ્લા જેવા નવી દિલ્હી અને સાઉથ અને નોર્થ-વેસ્ટમાં કોલ્ડ સ્ટોરેજ માટે જગ્યા નક્કી કરવામાં આવી રહી છે. આવી જ વ્યવસ્થા અન્ય રાજ્યોના શહેરો માટે પણ કરવામાં આવી રહી છે.

કોરોનાની વૅક્સીન (Corona Vaccine) સૌ પ્રથમ સ્વાસ્થ્ય કર્મચારીઓને લગાવવામાં આવશે. આ માટે સ્વાસ્થ્ય વિભાગે સૌ પ્રથમ કોવિડ હોસ્પિટલોમાં ફ્રન્ટ લાઈન કામ કરી રહેલા સ્વાસ્થ્ય કર્મચારીઓના નામની યાદી મંગાવી છે. તમામ કોરોના હોસ્પિટલોએ પોતાના સ્વાસ્થ્ય કર્મચારીઓની યાદી સ્વાસ્થ્ય વિભાગને મોકલી દીધી છે.