Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > સુરતમાં કોરોના વૅક્સીનથી સાઈડ ઈફેક્ટનો ડર, 3 દિવસમાં 180 ડોઝ બરબાદ

સુરતમાં કોરોના વૅક્સીનથી સાઈડ ઈફેક્ટનો ડર, 3 દિવસમાં 180 ડોઝ બરબાદ

0
107
  • વૅક્સીન માટે મેસેજ મોકલવા છતાં 300 લોકો રસી લેવા જ ના આવ્યાં

સુરત: કોરોના સામેની જંગ (Fight Against Corona) નિર્ણાયક તબક્કે પહોંચી ગઈ છે. જીવલેણ મહામારીને (Corona Pandemic) હરાવવા માટે અનેક મહિનાઓની આતુરતા બાદ હવે વૅક્સીન (Corona Vaccine) મળી ગઈ છે. જો કે વૅક્સીન (Covid Vaccine) પ્રત્યે લોકોમાં ફેલાયેલા ભ્રમ અને ઉદાસીનતાના કારણે અનેક ડોઝ બરબાદ પણ થઈ રહ્યાં છે. સુરતમાં અત્યાર સુધી 3 દિવસ સુધી વૅક્સીનેશન અભિયાન (Corona Vaccination In India) ચાલ્યું છે, ત્યાં 180 ડોઝ ખરાબ થઈ ગયા છે.

રસી (Covid Vaccine) આપવા માટે નક્કી કરાયેલા લોકોને મેસેજ મળ્યા છતાં તેઓ વૅક્સીનેશન સેન્ટર્સ (Corona Vaccination In India) સુધી ના પહોંચવાના કારણે 180 ડોઝ બરબાદ થઈ ગયા છે. નક્કી કરેલા લોકોના સમયસર બૂથ પર ના આવવાથી ખુલ્લા રહેલા વાયલમાં બચેલો ડોઝ કોઈ કામમાં નથી આવતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) વૅક્સીનેશન અભિયાનની (Corona Vaccination In India) શરૂઆતમાં જ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, વૅક્સીનનું (Covid Vaccine) એક ટીપું પણ બરબાદ ના થવું જોઈએ. આથી આપણે પણ આપણી જવાબદારી નિભાવવાની છે. જેથી વૅક્સીન વધુમાં વધુ લોકોના કામમાં આવી શકે.

આ પણ વાંચો: India Corona Update: સતત બીજા દિવસે 15 હજારથી ઓછા કેસ, કુલ 13.90 લાખ લોકોને અપાઈ રસી

જણાવી દઈએ કે, શહેરમાં વૅક્સીનેશનના પ્રથમ દિવસ 16 જાન્યુઆરીએ અલગ-અલગ સેન્ટર પર 43 ડોઝ, 19 જાન્યુઆરીએ 63 ડોઢ અને 21 જાન્યુઆરીએ 74 ડોઝ બરબાદ થઈ ગયા. હવે રાજ્યના અલગ-અલગ ભાગોમાંથી પણ વૅક્સીનના (Covid Vaccine) ડોઝ ખરાબ થવાના સમાચાર મળી રહ્યાં છે.

મેસેજ મોકલવા છતાં લોકો વૅક્સીન (Corona Vaccination Drive) લેવાનું ટાળી રહ્યું છે. જેનું મુખ્ય કારણ સાઈડ ઈફેક્ટનો (Corona Vaccine Side Effects) ડર છે. જો કે મેડિકલ એક્સપર્ટ પહેલા જ કહીં ચૂક્યાં છે, આ વૅક્સીન સંપૂર્ણ સુરક્ષિત છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9