Gujarat Exclusive > દેશ-વિદેશ > દેશમાં કોરોના વેક્સિનમાં 32000 કરોડનું કૌભાંડઃ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાઇ અરજી

દેશમાં કોરોના વેક્સિનમાં 32000 કરોડનું કૌભાંડઃ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાઇ અરજી

0
82

અરજદાર વકીલે કહ્યું- અમેરિકી પ્રમુખને પણ સમગ્ર દેશમાં લોકડાઉન લાદવાનો અધિકાર નથી, પણ PM મોદીને છે?

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસો વધવાની સાથે સુપ્રીમ કોર્ટેમાં કોવિડ-19ની રસીમાં 32000 કરોડ રુપિયાનું કૌભાંડ (Corona vaccine scam) થઇ રહ્યું હોવાની અરજી દાખલ કરવામાં આવી છે. અરજદારે દેશમાં ચાલી રહેલા રસીકરણ સહિત વડાપ્રધાન મોદીએ ગત વર્ષે સમગ્ર દેશમાં લગાવેલા લોકડાઉન અંગે પણ સવાલો ઉઠાવ્યા છે.

દેશમાં ચાલી રહેલી કોરોના વાઇરસની બીજી લહેર વચ્ચે સુપ્રીમ કોર્ટ અને દિલ્હી હાઈકોર્ટમાં કોવિડ સાથે સંબંધિત વિવિધ અરજીઓ પડતર છે. ગુરૂવારે પણ દીપક આનંદ મસીહ નામના એક એડવોકેટ સરકાર સામે સુપ્રીમ કોર્ટમાં વધુ એક અરજી દાખલ કરી. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, વેક્સિનેશન અભિયાનમાં 32,000 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું છે.

આ પણ વાંચોઃ ફેસબુકે #ResignModi ટ્રેન્ડને બ્લોક કર્યું, બબાલ થતા ફરી રિસ્ટોર કર્યુ

વકીલ દીપક આનંદ મસીહે અરજી કરી

વકીલ દીપક આનંદ મસીહે અરજીમાં કોરોનાનો સામનો કરવા માટે કેન્દ્ર સરકારની નીતિઓ સામે સવાલ (Corona vaccine scam) ઉઠાવ્યા છે. અરજદારના કહેવા પ્રમાણે પશ્ચિમી દેશોમાં કોરોના રસી તૈયાર કરી દેવાઇ છે. જ્યાં તેની કિંમત 150-200 રૂપિયાથી વધુ નથી.

વિદેશમાં 200 સુધીની રસી ભારતમાં રુ.600માં

જ્યારે આપણા દેશમાં તે જ વેક્સિન સામાન્ય લોકોને 600 રૂપિયા સુધીમાં મળી રહી છે. હવે જ્યારે 18 વર્ષથી વધારે ઉંમરના લોકોને વેક્સિન આપવાની છે તો તેની કિંમત પણ વધી ગઈ છે. એક અંદાજ પ્રમાણે હજુ 80 કરોડ લોકોને વેક્સિનના ડબલ ડોઝ આપવના છે. આ સંજોગોમાં વેક્સિનની કિંમતનો હિસાબ લગાવવામાં આવે તો 32,000 કરોડ રૂપિયાનું કૌભાંડ (Corona vaccine scam)ફલિત થાય છે.

આ પણ વાંચોઃ નોનસ્ટોપ કોરોના રેકોર્ડઃ 24 કલાકમાં દેશમાં 3600થી વધુ મોત, પોણા 4 લાખથી વધુ નવા કેસ

ચૂંટણીઓને કારણે NSFની બેઠક ન થઇ

દીપક આનંદે એવો દાવો પણ કર્યો છે કે વડાપ્રધાન મોદીએ દેશમાં નેશનલ સાયન્ટિફીક ફોર્સ તો બનાવી દીધી પરંતુ ફેબ્રુઆરી-માર્ચમાં તેની એક પણ બેઠક નથી થઈ કારણ કે કેટલાક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી ચાલી રહી હતી. અરજીમાં ફરિયાદ કરાઇ છે કે ગત વર્ષે ઓક્ટોબરમાં જ જીનોમ સિક્વેન્સિંગ લેબોરેટરી ઇન્સ્ટીટ્યૂટ શરુ કરવાની સરકારે વાત કરી હતી, પરંતુ તે હજું સુધી કેમ શરુ થઇ નથી?

સમસ્યા સંસાધનોની નહીં નીતિઓના અમલની છે

અરજીમાં ગત વર્ષના લોકડાઉન અંગે સવાલ ઉઠાવતા કહેવામાં આવ્યું છે કે અમેરિકી પ્રમુખને પણ સમગ્ર દેશમાં લોકડાઉન લગાવવાનો અધિકાર નથી. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને છે. તેમણે લોકડાઉન લાદીને પણ જોઇ લીધું. લોકડાઉનમાં ચોક્કસ નીતિઓ ઘડવા અને તેના પર અમલ કરવાની જરુર હતી. પરંતુ સમય પસાર થઇ ગયો અને કંઇ થયું નહીં.

અરજદાર વકીલે જણાવ્યું કે સમસ્યા સંસધાનો કરતા સરકારી નીતિઓની વધુ છે. તેના પર અમલ નહીં થવાની છે. વકીલે સરકારને તાત્કાલિક નીતિઓ બનાવી તેના પર યુદ્ધસ્તરે અમસ કરવાનો આદેશ આપવા સુપ્રીમ કોર્ટ સમક્ષ માગ કરી છે.

આ પણ વાંચોઃ PM CARES ફંડથી 1 લાખ ઑક્સિજન કંસંટ્રેટરની થશે ખરીદી, PM મોદીએ આપી મંજૂરી

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat