Gujarat Exclusive > આપણી જરૂરિયાત > સ્વાસ્થ્ય-શિક્ષા > આવવા માંડી કોરોના વેક્સિન્સઃ કઇ રસી કેટલી કિંમતે ખરીદી રહી છે સરકાર

આવવા માંડી કોરોના વેક્સિન્સઃ કઇ રસી કેટલી કિંમતે ખરીદી રહી છે સરકાર

0
97

હાલ બે રસીને મંજૂરી, રશિયા અને ચીનની રસીના પણ ઓર્ડર આપ્યા

નવી દિલ્હીઃ કોરોના મહામારી બાદ તેની રસી દેશમાં આવવા માંડી. વિવિધ વેક્સિનની કિંમત (Corona vaccine rate)સહિત સરકારે માહિતી આપી. હાલમાં કેન્દ્રે બે રસીને મંજૂરી આપી છે. ઉપરાંત રશિયા અને ચીનની રસીના પણ ઓર્ડર આપવામાં આવ્યા છે.

કોરોના વાઇરસની દેશમાં અસર ધીમે- ધીમે હવે ઓછી થઇ રહી છે. તેને સંપૂર્ણપણે નાથવા માટે વિશ્વભરના ઘણા દેશોએ તેની રસી બનાવવા માંડી છે. સરકારે મંગળવારે પ્રેસ કોન્ફ્રન્સમાં વિવિધ વેક્સિન્સ (Corona vaccine rate) અંગે માહિતી આપી.

આ પણ વાંચોઃ સીરમની કોવિશીલ્ડ રસી સરકારને રૂ.200માં તો, ઓપન માર્કેટમાં કિંમત કેટલી?

આરોગ્યમંત્રાલયના સચિવે આપી માહિતી

આરોગ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું કે સીરમ ઇન્સ્ટિટ્યૂટને ભારતે અત્યારે 110 લાખ ડોઝનો ઓર્ડર આપ્યો છે. જેની કિંમત (Corona vaccine rate) હાલ 200 રૂપિયા (કર રહિત) પ્રતિ ડોઝ છે. (સીરમના માલિક અદાર પૂનાવાલાએ કહ્યું છે કે સરકારને 10 કરોડ ડોઝ આ રેટમાં આપશે.)

ભારત બાયોટેકની વેક્સિનના 38 લાખ ડોઝનો ઓર્ડર આપવામાં આવ્યો છે. તેમાંથી કંપની 12 લાખ ડોઝ ભારત સરકારને મફતમાં આપશે. જ્યારે તેની પ્રતિ ડોઝ કિંમત (Corona vaccine rate) 206 રૂપિયા (ટેક્સ સિવાય)ની રહેશે.

ફાઇઝરની રસી 1431 રૂપિયામાં Corona vaccine rate news

રાજેશ ભૂષણે વધુમાં જણાવ્યું કે ફાઇઝર અને બાયોએનટેકની રસીની એક ડોઝની કિંમત (Corona vaccine rate)સરેરાશ1431 રૂપિયા રહેશે. મોડર્ના કંપનીની રસીનો ડોઝ આશરે 2348થી 2715 રૂપિયામાં પડશે.

ચીનની રસીના ડોઝ માટે સરકારને રૂ.5600થી પણ વધુ ચુકવવા પડશે. જ્યારે ભારતમાં કોવિશીલ્ડ રસીનો ડોઝ સરકારને માત્ર 200 રૂપિયામાં પડશે. આ તમામ ભાવો સરકાર માટે છે. ઓપન માર્કેટમાં તેના ભાવ બહુ વધારે હોઇ શકે છે.

આ પણ વાંચોઃ અમદાવાદ જિલ્લા પંચાયતને કોવિશિલ્ડના 8000 ડોઝ ફાળવાયા

કઇ વેક્સિન(Corona vaccine rate)ની કેટલી કિંમત

  • વેક્સિન                            કંપની                                   કિંમત (રૂ.માં)
  • કોવિશીલ્ડ                         સીરમ                                 200 (પ્રથમ 10 કરોડ ડોઝ)
  • કોવેક્સિન ભારત બાયોટેક                                           206
  • ફાઇઝર-બાયોએનટેક                                                  1431 (આશરે)
  • મોડર્નાની રસી                                                            2348થી 2715
  • ચીની રસી                                                                  5600થી વધુ

કોવિશીલ્ડ અવે કોવિક્સનને ઇમરજન્સી મંજૂરી

રાજેશ ભૂષણે જણાવ્યું કે કોવિશીલ્ડ અને કોવેક્સિનને સરકારે ઇમરજન્સી મંજૂરી આપી છે. બંને રસી સુરક્ષિત અને પ્રતિરક્ષાજનક સાબિત થઇ છે. હવે દેશભરમાં કોરોના રસી મહામારી સામે રસીકરણની શરૂઆત 16 જાન્યુઆરીથી થશે. વડાપ્રધાન મોદીએ તેને વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન ગણાવ્યું છે.

આ પણ વાંચોઃ Covishield વેક્સીનની First તસવીર, ગુજરાતમાં આવ્યો પ્રથમ જથ્થો

હજુ પણ કોરોનાની સ્થિતિ ચિંતાજનક

રાજેશ ભૂષણે વિશ્વભરમાં કોરોનાની સ્થિતિ હજુ પણ ચિંતાજનક હોવાનું જણાવ્યું. તેમણે કહ્યું કે વિશ્વમાં 4 લાખથી વધુ નવા કેસો આવી રહ્યા છે. બ્રિટનમાં મંગળવારે 68000 નવા કેસ, બ્રાઝિલમાં 87000 અને રશિયામાં 29000 નવા કેસ સામે આવ્યા. ભારતમાં સ્થિતિ તેનાથી સારી છે. અહીં રોજ 12584 નવા કેસ જોવા મળ્યા.

સૌથી વધુ કેસ બે રાજ્યોમાં છે

રાજેશ ભૂષણે માહિતી આપતા વધુમાં જણાવ્યું કે દેશમાં અત્યારે કોરોનાના કુલ કેસના 43.96 ટકા હોસ્પિટલો કે હેલ્થકેર સેન્ટરોમાં છે. જ્યારે 56.04 ટકા હોમ આઇસોલેશનમાં છે. માત્ર બે રાજ્યોમાં અત્યારે 50,000થી વધુ એક્ટિવ મામલા છે. કેરળમાં 64547 અને મહારાષ્ટ્રમાં 53463 એક્ટિલ દર્દી છે.

કુલ કેસ 1.04 કરોડ, 1.51 લાખના મોત

રાજેશ ભૂષણે કોરોના કેસો અને મોત અંગે કહ્યું કે ભારતમાં કુલ કેસ 1.04 કરોડ થયા. તેમાંથી એક્ટિવ દર્દી 2.16 લાખ હતા. તેમાંથી 1.51 લાખનાં મોત નીપજ્યા. વસ્તીની દૃષ્ટિએ જોઇએ તો દેશમાં પ્રતિ લાખની વસ્તીએ 7593 કેસ નોંધાયા. જ્યરે પ્રતિ 10 લાખની વસતીમાં 109 લોકોનાં મોત થયા.

આ પણ વાંચોઃ અમદાવાદમાં કોરોના વૅક્સીન માટે સ્ટોરેજ સેન્ટર તૈયાર

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9