Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાતમાં જાન્યુઆરીમાં આવી શકે છે કોરોના વૅક્સીન, CM રૂપાણીએ આપ્યા સંકેત

ગુજરાતમાં જાન્યુઆરીમાં આવી શકે છે કોરોના વૅક્સીન, CM રૂપાણીએ આપ્યા સંકેત

0
95

ગાંધીનગર: દેશમાં એક તરફ પ્રતિદિન કોરોનાના નવા કેસો (Gujarat Corona Cases) આવી રહ્યાં છે, તો બીજી તરફ વૅક્સીનની (Corona Vaccine) આતુરતા પૂર્વક રાહ જોવાઈ રહી છે. જ્યાં સુધી કોરોનાની વૅક્સીન ના આવે, ત્યાં સુધી તકેદારી રાખવી અને સરકારના નિયમોનું (Covid Guidelines) પાલન કરવું એજ એકમાત્ર ઉપાય છે. જો કે ગુજરાતમાં કોરોના વૅક્સીન (Corona Vaccine) ક્યારે આવશે? તેને લઈને મુખ્યમંત્રી રૂપાણીએ (Gujarat CM Rupani) સંકેત આપ્યા છે.

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) આજે વડોદરાની મુલાકાતે છે. જ્યાં સરદાર ધામ પ્રોજેક્ટના શુભારંભ પ્રસંગે તેમણે કોરોના વૅક્સીનને (Corona Vaccine) લઈને સંકેત આપતા જણાવ્યું કે, ગુજરાતમાં આગામી વર્ષે જાન્યુઆરી સુધીમાં કોરોનાની વૅક્સીન આવી શકે છે.

આ પણ વાંચો: આકાશને આંબી રહી છે ડુંગળીની કિંમત! સરકાર શું કરી રહી છે; કેવી રીતે ભાવ પર કાબૂ મેળવાશે?

આ સાથે જ CM રૂપાણીએ કોરોનાની વૅક્સીન (Corona Vaccine) ના આવે ત્યાં સુધી લોકોને માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા સહિત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ કોવિડ ગાઈડલાઈનને (Covid Gildelines) અનુસરવાનો આગ્રહ કર્યો છે.

જણાવી દઈએ કે, ગઈકાલે એક જ દિવસમાં રાજ્યમાં કોરોનાના 1021 નવા પોઝિટિવ કેસો સામે આવ્યા હતા. જ્યારે વધુ 6 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ સાથે જ રાજ્યમાં કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 1,66,254 પર પહોંચી ચૂકી છે. જ્યારે અત્યાર સુધી જીવલેણ વાઈરસ (Corona Virus) રાજ્યના 3682 લોકોને ભરખી ચૂક્યો છે.

ઉલ્લેખનીય છે કે, કોરોનાની વૅક્સીન (Corona Vaccine) ડેવલોપ કરવાની દિશામાં દુનિયાભરમાં રિસર્ચ થઈ રહ્યું છે. આ દરમિયાન ભારતીય કંપની ભારત બાયોટેક (Bharat Biotech) સ્વદેશી કોરોના વૅક્સીન “કોવૈક્સિન” (Covaxin) પર કામ કરી રહી છે. ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઑફ ઈન્ડિયા (DGCI)એ કંપનીને આ વૅક્સીનના ત્રીજા તબક્કાના ટ્રાયલને મંજૂરી આપી દીધી છે.

હવે કંપનીનું કહેવું છે કે, કોરોના વાઈરસની આ સ્વદેશી વૅક્સીન (Corona Vaccine)આગામી વર્ષે એટલે કે 2021ના જૂન મહિના સુધીમાં લૉન્ચ થવાની પૂરી સંભાવના છે.