Gujarat Exclusive > આપણી જરૂરિયાત > સ્વાસ્થ્ય-શિક્ષા > Corona vaccine: સૌથી પહેલાં કોને? 30 કરોડ લોકોને શોધવાની કામગીરી શરુ

Corona vaccine: સૌથી પહેલાં કોને? 30 કરોડ લોકોને શોધવાની કામગીરી શરુ

0
101
  • બિહારમાં ભાજપે ચૂંટણી ઢંઢેરામાં કોરોની રસીનો ઉલ્લેખ કરતા વિવાદ
  • Corona vaccine પહેલાં વિશેષ કાર્યક્રમ હેઠળ પસંદગી પામેલાને અપાશેઃ કેન્દ્ર

નવી દિલ્હીઃ બિહારના ચૂંટણી પ્રચારમાં ભાજપ નેતૃત્વના નેતાઓએ મફત કોરોના રસી (Corona vaccine)આપવાનું વચન આપવા માંડ્યું છે. પરંતુ સૌથી પહેલાં આ રસી (Corona vaccine) અપાશે કોને? પ્રશ્નનો જવાબ માટે કેન્દ્ર સરકારે આવા પ્રાથમિક 30 કરોડ લોકોને શોધવાની કામગીરી શરુ કરી દીધી છે.

કેન્દ્ર સરકારના જણાવ્યા મુજબ કોરોનાની રસી (Corona vaccine)એક વિશેષ કોવિડ-19 રસીકરણ કાર્યક્રમ હેઠળ આપવામાં આવશે. તે પહેલાં સરકાર રસી તૈયાર થતાં જ તેને પહેલાંં ખરીદશે અને પ્રાથમિકતાવાળા લોકો સુધી ઉપલબ્ધ કરાવશે.

સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ કેન્દ્ર તેની (Corona vaccine) ડાયરેક્ટ ખરીદી કરશે. જેથી પ્રાથમિક્તા ધરાવતા લોકોને રાજ્યો અને જિલ્લાના વર્તમાન નેટવર્ક દ્વારા ફ્રીમાં પહોંચાડી શકે. રાજ્યોએ તેને ખરીદવા કે મેળવવા માટે અન્ય કોઇ વિકલ્પ નહીં અપનાવવાની સુચના આપી દેવામાં આવી છે.

કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની મદદથી 30 કરોડ પ્રાથમિકતાવાળા લોકોને શોધવાની પ્રક્રિયા શરુ કરી દીધી છે. આ લોકોને દેશમાં સૌ પ્રથમ રસી આપવામાં આવશે.

ક્યા-કયા લોકોને સૌથી પહેલાં રસી અપાશે?

કેન્દ્ર સરકારે પ્રથમ તબક્કામાં 4 શ્રેણીના લોકોને પસંદ કર્યા છે. જેમાં ડોક્ટરો, MBBS વિદ્યાર્થીઓ, નર્સો, આશા વર્કરો વગેરે સહિતના આરોગ્ય ક્ષેત્રના આશરે 1 કરોડ વ્યવસાયી સામેલ છે.

ત્યાર બાદ નગર નિગમ એકમોના કર્મીઓ, પોલીસ અને સશસ્ત્ર બળોના જવાનો સહિત આશરે અગ્રીમ મોરચાના બે કરોડ કર્મચારીઓ અને પહેલાંથી જ કોઇ બીમમારીથી પીડાતા ખાસ દેખરેખવાળા 50 વર્ષથી ઓછી વયના વિશેષ જૂથના એક કરોડ લોકોનો રસીકરણ કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવ્યો .

ઉપરાંત 50 વર્ષથી વધુની વયના 26 કરોડ લોકોને પ્રાથમિક રસીકરણ માટે પસંદ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.

દિવાળી સુધી રાજ્યોને પસંદગી કરવા સુચના

રાજ્યોને આના માટે નવેમ્બરના મધ્ય એટલે કે દિવાળી સુધી પ્રાથમિક્તા ધરાવતા લોકોને પસંદ કરી લેવાની સુચના આપી દેવામાં આવી છે. રસીકરણમાં સામેલ દરેક વ્યક્તિને તેના આધાર કાર્ડ સાથે લિંક કરાશે. જેથી તેમના પર નજર રાખી શકાય.

આરોગ્ય વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ સાર્વભૌમ રસીકરણ કાર્યક્રમ (UIP) માટે ઉપયોગમાં લેવાઇ રહેલા હાલના ડિજિટલ મંચ અને પ્રક્રિયાઓને સારી બનાવવામાં આવી રહી છે.

જેથી જ્યારે પણ રસી ઉપલબ્ધ થશે ત્યારે રસી (Corona vaccine) ની ખરીદીથી તેના સંગ્રહ અને લાભાર્થીઓ સુધી પહોંચાડવા માટે કોવિડ-19 રસીકરણની દેખરેખ રાખી શકાય.

રસીકરણના કર્મીઓને વિશેષ તાલીમ Corona vaccine

ઉપરાંત રસીકરણ કરનારા કર્મચારીઓ માટે ઓનલાઇન તાલીમ મોડ્યુલ પર વિક્સિત કરવામાં આવી રહ્યું છે. જે ડિજિટલ મંચને અત્યારે મજબૂત કરવામાં આવી રહ્યું છે. તે ઇલેક્ટ્રોનિક રસી ગુપ્ત નેટવર્ક (EVIN) છે.

દેશમાં UIP હેઠળ તમામ કોલ્ડ સ્ટોરેજમાં રસીનો સંગ્રહ અને તેના માટેના તાપમાનના વાસ્તવિક સમયને આધારે માહિતી પુરી પાડે છે.

નોંધનીય છે કે અત્યારે UIP હેઠળ બાળકો, કિશોર કિશોરીઓ અને ગર્ભવતી મહિલાઓને રાજ્યો દ્વારા (બીમારીઓના રોકથામ માટે) રસીકરણ કરવામાં આવે છે.

જુલાઇ-2021 સુધી 40-50 કરોડ ડોઝ

કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષવર્ધને તાજેતરમાં કહ્યું હતું કે આગામી વર્ષના જુલાઇ સુધી કોવિડ-19ની રસીનો 40-50 કરોડ ડોઝ મેળવવા અને તેના દાયરામાં આશરે 25 કરોડ લોકોને લાવવા માટે કેન્દ્ર અનુમાન કર્યું છે.

બિહારમાં ગુરુવારે ભાજપે વિધાનસભા ચૂંટણીઓ માટે પોતાના સંકલ્પ પત્રમાં કોરોના વાઇરસની રસી (Corona vaccine)તૈયાર થતાં સૌથી પહેલાં બિહારીઓને મફતમાં આપવાનું વચન અપતા વિવાદ સર્જાઇ રહ્યો છે.