Gujarat Exclusive > દેશ-વિદેશ > વૅક્સીનેશન પહેલા આજે સૌથી મોટી મોક ડ્રીલ, દેશના 33 રાજ્યોમાં એક સાથે ડ્રાય રન

વૅક્સીનેશન પહેલા આજે સૌથી મોટી મોક ડ્રીલ, દેશના 33 રાજ્યોમાં એક સાથે ડ્રાય રન

0
95

Covid-19 Vaccination Drive: દેશમાં કોરોના વૅક્સીનેશન ડ્રાઈવ શરૂ કર્યા પહેલા આજે 8 જાન્યુઆરીએ સૌથી મોટુ રિહર્સલ થવા જઈ રહ્યું છે. દેશના તમામ 736 જિલ્લાઓમાં આજે ડ્રાય રન (Corona Vaccine Dry Run) કરવામાં આવશે. જેમાં કેવી રીતે લોકોને કોરોના વૅક્સીન (Corona Vaccine) લગાવવી અને તેની પ્રક્રિયા શું છે? તેની તૈયારીઓ ચકાસવામાં આવશે.

અગાઉ 28 અને 29 ડિસેમ્બરે 4 રાજ્યોમાં બે દિવસ માટે ડ્રાય રન (Corona Vaccine Dry Run) કરવામાં આવ્યું હતું. જે બાદ 2 જાન્યુઆરીએ તમામ રાજ્યોમાં ડ્રાય રન અભિયાન ચલાવવામાં આવ્યું હતું. હવે આજે 33 રાજ્યો (હરિયાણા, હિમાચલ પ્રદેશ અને અરુણાચલ પ્રદેશને બાદ કરતાં) અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વૅક્સીનેશન ડ્રાઈવ (Covid-19 Vaccination Drive) માટે ફરીથી ડ્રાય રન શરૂ થઈ રહ્યું છે.

જણાવી દઈએ કે, ગુજરાત, પંજાબ, અસમ અને આંધ્ર પ્રદેશમાં ડ્રાય રનને (Corona Vaccine Dry Run) લઈને સારા પરિણામ સામે આવ્યા હતા. જે બાદ સરકારે સમગ્ર દેશમાં ડ્રાય રનને લાગૂ કરવાનો નિર્ણય કર્યો હતો. હવે એક વખત ફરીથી કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં ડ્રાય રન શરૂ કરવા જઈ રહી છે.

આ પણ વાંચો:  પોતાની માંગો પર મક્કમ ખેડૂત સંગઠનો, સરકાર સાથે આજે થશે મહત્વની બેઠક

અગાઉ ગુરુવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ હર્ષવર્ધને રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી. આ બેઠકમાં ડૉ હર્ષવર્ધને વૅક્સીન (Corona Vaccine) વિરુદ્ધ ફેલાવવામાં આવી રહેલી અફવાઓ પર ચિંતા વ્યક્ત કરી હતી.

દેશમાં કોરોના વૅક્સીનેશનનો કાર્યક્રમ (Covid-19 Vaccination Drive) આગામી સપ્તાહે શરૂ થઈ શકે છે. સ્વાસ્થ્ય મંત્રી તરફથી મંગળવારે જણાવવામાં આવ્યું હતું કે, કોરોના વૅક્સીનની મંજૂરી મળ્યા બાદ વૅક્સીનેશનનો કાર્યક્રમ 10 દિવસ બાદ શરૂ થઈ શકે છે.

કોરોના વૅક્સીનના (Corona Vaccine) ઈમરજન્સી ઉપયોગને લઈને DCGIએ 3 જાન્યુઆરીએ પોતાની મંજૂરી આપી દીધી હતી. આથી હવે 13 કે 14 જાન્યુઆરીથી દેશમાં કોરોના વૅક્સીનેશન કાર્યક્રમ (Covid-19 Vaccination Drive) શરૂ થઈ શકે છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9