Gujarat Exclusive > દેશ-વિદેશ > Corona Vaccine : ₹400માં મળશે કોવીશીલ્ડ વેક્સીન

Corona Vaccine : ₹400માં મળશે કોવીશીલ્ડ વેક્સીન

0
113

નવી દિલ્હી: ઓક્સફર્ડ યૂનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકાની કોવિડ વેક્સીન કોવીશીલ્ડની એક બોટલની ભારતમાં કિંમત 400 રૂપિયા હશે. વેક્સીન બનાવનારી કંપની સીરમ ઇંસ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (SII)ના અધિકારીઓએ ન્યૂઝ એજન્સી ANIને આ જાણકારી આપી છે. એક ડોઝ 200 રૂપિયામાં મળશે.

સરકારે મહારાષ્ટ્રના પૂણે સ્થિત રસી બનાવતી કંપની SIIને કોવીશીલ્ડનો ઓર્ડર પણ આપી દીધો છે. દેશભરમાં 16 જાન્યુઆરીથી કોવિડ-19 મહામારી વિરૂદ્ધ રસીના અભિયાનની શરૂઆત થવા જઇ રહી છે.

દેશમાં 16 જાન્યુઆરીથી કોરોનાની રસી આપવાનું અભિયાન શરૂ થઇ રહ્યુ છે. કેન્દ્ર સરકારે પહેલા જ સ્પષ્ટ કરી દીધુ છે કે 3 કરોડ હેલ્થ વર્કર અને ફ્રન્ટલાઇન વર્કરોને રસી આપવામાં આવશે, જે મફત હશે. પ્રથમ તબક્કામાં જે બાકી 27 કરોડ લોકોએ રસી લેવાની છે, તેનું રસીકરણ તે બાદ શરૂ થશે. જોકે, હેલ્થ વર્કર અને ફ્રન્ટલાઇન વર્કરો સિવાય અન્યને રસી મફત મળશે અથવા નહી મળે તેની પર હજુ સ્પષ્ટતા નથી થઇ.

આ પણ વાંચો: CM રૂપાણીએ સો. મીડિયાના માધ્યમથી નાગરિકોને રસીકરણ અભિયાનની વિસ્તૃત માહિતી આપી

શરૂઆતમાં 11 મિલિયન (એક કરોડ, 10 લાખ) ડોઝની સપ્લાય કરવામાં આવી શકે છે. સરકારે તાજેતરમાં જણાવ્યુ હતું કે 16 જાન્યુઆરીથી રસી આપવાનું શરૂ કરવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે DCGIએ જે બે રસીની સીમિત ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપી દીધી છે, જેમાં ઓક્સફોર્ડ યૂનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકા દ્વારા સીરમ ઇંસ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયા સાથે મળીને તૈયાર કોવિશીલ્ડ તથા ઘરેલુ દવા કંપની ભારત બાયોટેક દ્વારા વિકસીત પૂર્ણ સ્વદેશી કો વેક્સીન સામેલ છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9