Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના 1112 નવા કેસ, વધુ 6ના મોત

24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના 1112 નવા કેસ, વધુ 6ના મોત

0
53
  • રાજ્યમાં કુલ 1,65,233 લોકો કોરોનાથી સંક્રમિત, કુલ 3676ના મોત
  • 1,47,572 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ

Gujarat Corona Update: ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસો (Corona Active Cases In Gujarat) ધીમે-ધીમે ઘટી રહ્યાં છે. આ સાથે જ રાજ્યમાં કોરોના રિકવરી રેટ (Corona Recovery Rate In Gujarat) વધી રહ્યો છે. શુક્રવારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1112 નવા કેસ (Today Corona Cases In Gujarat) સામે આવ્યા હતા. જ્યારે આજ સમયગાળા દરમિયાન વધુ 6 દર્દીઓના મરણ નોંધાયા છે.

રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ તરફથી પ્રાપ્ત ડેટા (Gujarat Corona Update) પ્રમાણે, નવા 1112 કેસ (Today Corona Cases In Gujarat) ઉમેરાવાની સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા (Corona Cases In Gujarat) વધીને 1,65,233 પર પહોંચી ચૂકી છે. જ્યારે જીવલેણ કોરોના વાઈરસ અત્યાર સુધી રાજ્યમાં 3676 લોકોને ભરખી ચૂક્યો છે.

રાજ્યમાં એક જ દિવસમાં સૌથી વધુ 239 નવા કેસ (Today Corona Cases In Gujarat) સુરત જિલ્લામાંથી સામે આવ્યા છે. જે બાદ અમદાવાદ જિલ્લામાં 182 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સિવાય અન્ય જિલ્લાઓની વાત કરીએ તો, વડોદરામાં 121, રાજકોટમાં 107, જામનગરમાં 55, ગાંધીનગરમાં 38 અને મહેસાણામાં 37 નવા પોઝિટિવ કેસ મળી આવ્યાં છે.

જો એક જ દિવસમાં નવા 6 મરણની વિગતો (Gujarat Corona Update) જોઈએ તો, શુક્રવારે અમદાવાદ અને સુરત જિલ્લામાં 2-2 દર્દીઓએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યારે ગાંધીનગર અને બનાસકાંઠા જિલ્લામાં એક-એક દર્દી કોરોનાના કારણે મોતને ભેટ્યાં છે.

આ પણ વાંચો: PM મોદી ગુજરાતમાં ત્રણ યોજનાઓનું કરશે ઈ-લોકાર્પણ, ખેડૂતો માટે ખુશ ખબર

રાજ્યમાં શુક્રવારે 1264 દર્દીઓને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યાં છે. આ પ્રકારે રાજ્યમાં અત્યાર સુધી 1,47,572 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહ્યાં છે. રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ (Corona Recovery Rate In Gujarat) સતત વધી રહ્યો છે. શુક્રવારે રિકવરી રેટ 89.31 ટકા હતો, જે અત્યાર સુધીનો સૌથી વધુ છે.

રાજ્યમાં એક જ દિવસમાં 52,947 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યાં હતા. આમ અત્યાર સુધી ગુજરાતમાં 56,38,392 લોકોના કોરોના ટેસ્ટિંગ કરવામાં આવી ચૂક્યાં છે. અત્યારે રાજ્યમાં 13985 એક્ટિવ કેસ છે. જેમાંથી 69ની હાલત ગંભીર હોવાથી તેમને વેંટીલેટર પર રાખવામાં આવ્યાં છે, જ્યારે 13916ની તબીયત સ્થિર જાણવા મળી રહી છે.