નવી દિલ્હી: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના 15,823 નવા કેસ સામે આવ્યા છે. જે બાદ કુલ કેસ 3,40,01,743 થઇ ગયા છે. એક્ટિવ કેસની સંખ્યા 2,07,653 છે. 22,844 લોકો સ્વસ્થ થયા બાદ કોરોનાથી સ્વસ્થ થનારાનો કુલ આંકડો 3,33,42,901 દર્જ કરવામાં આવ્યો છે. બીજી તરફ 226 લોકોના મોત થયા છે. જે બાદ મૃતકોની કુલ સંખ્યા 4,51,189 થઇ ગઇ છે.
12 ઓક્ટોબર 2021 એટલે કે કાલ સુધી કોવિડ-19 માટે કુલ 58,63,63,442 નમૂનાનું પરીક્ષણ કરવામાં આવ્યુ હતુ. જેમાંથી કાલે 13,25,399 નમૂનાનું પરીક્ષણ કરવામાં આવ્યુ. ભારતીય તબીબી અનુસંધાન પરિષદે તેની જાણકારી આપી છે. એક દિવસમાં 50,63,845 વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે, આ સાથે દેશમાં કુલ વેક્સીનેશનનો આંકડો 96 કરોડને પાર જતો રહ્યો છે.
આંકડામાં કેરળની સ્થિતિ
કેરળમાં પાંચ મહિનાથી વધુ સમય બાદ મંગળવારે સારવાર હેઠળ રહેલા દર્દીઓની સંખ્યા એક લાખથી ઘટીને 96,646 થઇ ગઇ છે. રાજ્યમાં કોરોના વાયરસ સંક્રમણના 7,823 નવા કેસ સામે આવ્યા છે તથા મહામારીથી 106 દર્દીના મોત થયા છે. નવા કેસ બાદ કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 48,09,619 થઇ ગઇ છે જ્યારે મૃતકોની સંખ્યા 26,448 પર પહોચી ગઇ છે. રાજ્યમાં 19 એપ્રિલે સંક્રમણના 13,644 નવા કેસ સામે આવ્યા હતા, જે બાદ સારવાર હેઠળ રહેલા દર્દીઓની સંખ્યા એક લાખનો આંકડો પાર કરીને 1,07,330 થઇ ગઇ હતી.
આ પણ વાંચો: મણિપુર: કુકી ઉગ્રવાદીઓએ ભીડ પર ફાયરિંગ કર્યુ, પાંચના મોત
મહારાષ્ટ્રમાં મંગળવારે કોવિડ-19ના 2,069 નવા કેસ સામે આવ્યા અને 43 દર્દીઓના સંક્રમણથી મોત થયા છે. સ્વાસ્થ્ય વિભાગ અનુસાર કોવિડ-19ના 2,069 નવા કેસ સામે આવતા રાજ્યમાં સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 65,81,677 થઇ ગઇ છે જ્યારે 43 સંક્રમિતોના મોત થતા મૃતકોની કુલ સંખ્યા વધીને 1,39,621 થઇ ગઇ છે.