Gujarat Exclusive > દેશ-વિદેશ > દેશમાં કોરોનાના કુલ સંક્રમિતોની સંખ્યા 2 કરોડની પાર, 24 કલાકમાં 3.57 નવા પોઝિટિવ કેસ

દેશમાં કોરોનાના કુલ સંક્રમિતોની સંખ્યા 2 કરોડની પાર, 24 કલાકમાં 3.57 નવા પોઝિટિવ કેસ

0
27

નવી દિલ્હી: કોરોનાના વધતા કેસ દરરોજ નવો રેકોર્ડ બનાવી રહ્યા છે. મંગળવારે કોવિડ-19 સંક્રમિતોની સંખ્યા 2 કરોડના આંકડાને પાર કરી ગઇ. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર આંકડા અનુસાર મંગળવારે એક વખત ફરી ત્રણ લાખથી વધુ નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં સંક્રમણના 3,57,229 નવા કેસ દર્જ કરવામાં આવ્યા છે જે બાદ કુલ કેસની સંખ્યા 2,0282833 થઇ ગઇ છે. આ મહામારીને કારણે વધુ 3449 લોકોના મોત થયા છે અને કુલ મૃતકોની સંખ્યા 2 લાખ 22 હજાર 408 થઇ ગઇ છે.

સૌથી વધુ ચિંતા કોવિડ-19ના એક્ટિવ દર્દીઓની વધતી સંખ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર આંકડા અનુસાર દેશમાં આ સમયે 34 લાખ 47 હજાર 133 દર્દી એક્ટિવ છે. તેમની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે અથવા ડૉક્ટરના આદેશ અનુસાર હોમ આઇસોલેશનમાં છે.

દેશમાં એક મેએ સંક્રમણનો રેકોર્ડ 4,01,993 નવા કેસ સામે આવ્યા હતા જ્યારે બે મેએ 3,92,488 કેસ સામે આવ્યા હતા જ્યારે ત્રણ મેએ 3,68,147 કેસ દર્જ કરવામાં આવ્યા હતા. મે મહિનાના માત્ર ચાર દિવસમાં 15 લાખ 19 હજારથી વધુ કેસ દર્જ કરવામાં આવી ચુક્યા છે, બીજી તરફ એપ્રિલમાં કુલ 66 લાખથી વધુ કેસ દર્જ કરવામાં આવ્યા હતા.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat