Gujarat Exclusive > દેશ-વિદેશ > દેશમાં કોરોના રિકવરી રેટ 88.03% પર પહોંચ્યો, આજે વધુ 1033ના મોત

દેશમાં કોરોના રિકવરી રેટ 88.03% પર પહોંચ્યો, આજે વધુ 1033ના મોત

0
98

Corona Update: દેશમાં કોરોના સંક્રમણની સ્થિતિમાં સુધારો થતો જોવા મળી રહ્યો છે. દેશમાં કોરોનાના પોઝિટિવ કેસોમાં (Corona Cases In India) ઝડપથી ઘટાડો આવી રહ્યો છે. કોરોનાથી સ્વસ્થ થયેલા દર્દીઓની સંખ્યા પણ હવે 66 લાખની નજીક પહોંચવા આવી છે. દેશમાં કોરોના રિકવરી રેટ (Corona Recovery Rate In India) 88 ટકાથી વધુ પર પહોંચ્યો છે. આ સાથે જ એક્ટિવ કેસો (Corona Active Cases In India) પણ સતત ઘટી રહ્યાં છે. જે કોરોના સામે જંગ લડી રહેલા ભારત માટે સારા સંકેત ગણી શકાય.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 61,871 નવા કેસ (New Corona Cases In India) સામે આવ્યાં છે. જ્યારે આજ સમયગાળા દરમિયાન વધુ 1033 લોકોના મરણ નોંધાયા છે. આમ નવા કેસ ઉમેરાવા સાથે જ કુલ સંક્રમિતોનો (Covid-19 In India)આંકડો 74,94,552 પર પહોંચી ચૂક્યો છે. જ્યારે 1,14,031 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.

કોરોના રિકવરી રેટ 88.03% પર પહોંચી
દેશના કુલ કેસોમાંથી 65,97,210 લોકો કોરોનાને માત (Corona Recovery Rate In India) આપવામાં સફળ રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં 72,614 કોરોના દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થઈ જતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. આ સાથે જ દેશમાં રિકવરી રેટ પણ 88.03 ટકા પર પહોંચી ચૂક્યો છે. છેલ્લા 24 કલાકમાં 11,776 એક્ટિવ કેસો (Corona Active Cases In India) ઓછા થયા છે. આ સાથે જ પોઝિટિવિટી રેટ 10.45 ટકા અને મૃત્યુદર 1.52 ટકા થઈ ગયું છે.

આ પણ વાંચો: રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદ, જગતનો તાત ચિંતિત

કોરોના ટેસ્ટિંગ 9 કરોડને પાર
દેશમાં અત્યાર સુધી અંદાજે સાડા નવ કરોડ સેમ્પલોના કોરોના ટેસ્ટ (Corona Testing) કરવામાં આવી ચૂક્યાં છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યા પ્રમાણે, દેશમાં શનિવાર સુધી 9,42,24,190 કોરોના ટેસ્ટિંગ થઈ ચૂક્યાં છે. જેમાંથી 9,70,173 કોરોના ટેસ્ટિંગ માત્ર ગઈકાલે જ કરવામાં આવ્યાં છે. (Covid-19 In India)

દેશના રાજ્યોમાં કોરોનાની સ્થિતિ?
છેલ્લા 24 કલાકમાં જે પાંચ રાજ્યોમાં સૌથી વધુ કોરોનાના પોઝિટિવ કેસો (Corona Cases In India) સામે આવ્યાં છે. તેમાં મહારાષ્ટ્રમાં (10,529), કેરળમાં (9016), કર્ણાટકમાં (7184), તમિલનાડુમાં (4295) અને પશ્ચિમ બંગાળમાં (3865) કેસ નોંધાયા છે. જ્યારે મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 463 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સિવાય ઉત્તરાખંડમાં 95, કર્ણાટકમાં 71, પશ્ચિમ બંગાળમાં 61 અને તમિલનાડુમાં 57 લોકોને જીવલેણ કોરોના ભરખી ચૂક્યો છે. (Covid-19 In India)