Gujarat Exclusive > દેશ-વિદેશ > કોરોનાને લઇને સારા સમાચાર, 266 દિવસમાં સૌથી ઓછા કેસ; એક્ટિવ કેસમાં પણ ઘટાડો

કોરોનાને લઇને સારા સમાચાર, 266 દિવસમાં સૌથી ઓછા કેસ; એક્ટિવ કેસમાં પણ ઘટાડો

0
42

નવી દિલ્હી: તમામ આશંકાઓ વચ્ચે ભારતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના કુલ 10 હજાર 126 નવા કેસ સામે આવ્યા છે. આ કેસ 266 દિવસમાં સૌથી નીચલા સ્તર પર છે. હવે ભારતમાં કોરોનાની સારવાર કરી રહેલા દર્દીઓનો આંકડો પણ 263 દિવસના ન્યૂનતમ સ્તર પર આવી ગયો છે.

લેટેસ્ટ આંકડા અનુસાર, દેશમાં હવે કોરોનાના માત્ર 1 લાખ 40 હજાર 638 એક્ટિવ દર્દી જ રહી ગયા છે, જે છેલ્લા 263 દિવસમાં સૌથી ઓછા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, છેલ્લા એક દિવસમાં કોરોનાના 332 દર્દીઓએ દમ તોડ્યો છે. તે બાદ દેશમાં અત્યાર સુધી કોરોનાથી થયેલા કુલ મોતનો આંકડો 4 લાખ 61 હજાર 389 પર પહોચી ગયો છે.
બીજી તરફ મંગળવાર સવાર સુધીના આંકડા અનુસાર, દેશમાં કોરોના વેક્સીનના કુલ 1 અરબ 9 કરોડ 08 લાખ 16 હજાર 356 ડોઝ આપવામાં આવી ચુક્યા છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat