Gujarat Exclusive > દેશ-વિદેશ > 18 જુલાઈ બાદ સૌથી ઓછા કોરોના કેસ, 24 કલાકમાં 63,842 દર્દીઓ થયા સ્વસ્થ

18 જુલાઈ બાદ સૌથી ઓછા કોરોના કેસ, 24 કલાકમાં 63,842 દર્દીઓ થયા સ્વસ્થ

0
65
  • 24 કલાકમાં 36,470 પોઝિટિવ કેસ નોંધાયા, વધુ 488ના મોત
  • દેશમાં કોરોના સંક્રમિતોનો આંકડો 79.46 લાખને પાર

Corona Update In India: દેશમાં કોરોના સંક્રમણના કેસોમાં (Corona Cases In India) હવે ઘટાડો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 36,470 નવા કેસ સામે આવ્યાં છે. જે 18 જુલાઈ બાદ એક દિવસમાં નોંધાયેલા સૌથી ઓછા કેસ છે. જણાવી દઈએ કે, 18 જુલાઈએ 34,884 નવા કેસ સામે આવ્યા હતા.

હવે નવા પોઝિટિવ કેસ (Today Corona Cases) ઉમેરાવાની સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોનો કુલ આંકડો 79,46,429 પર પહોંચી ચૂક્યો છે. જ્યારે 24 કલાકમાં કોરોનાના કારણે 488 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ જીવલેણ વાઈરસ (Corona Update In India) દેશમાં કુલ 1,19,502 લોકોને ભરખી ચૂક્યો છે.

દેશમાં જીવલેણ કોરોના વાઈરસને માત આપીને સ્વસ્થ થનારા દર્દીઓની (Corona Cases In India) સંખ્યામાં પણ ઝડપથી વધારો થતો હોય તેમ જોવા મળી રહ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલય (Corona Update In India) અનુસાર, છેલ્લા 24 કલાકમાં 63,842 દર્દીઓએ કોરોનાને માત (Today Corona Cases) આપી છે. આ સાથે જ અત્યાર સુધી 72,01,070 જેટલા કોરોના દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થઈ જતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે.

આ પણ વાંચો: મોબાઈલ ઈન્ટરનેટની સ્પીડમાં પાકિસ્તાન અને નેપાળ જેવા દેશો પણ ભારતથી આગળ

કોરોનાના એક્ટિવ કેસો પણ 8 ઓગસ્ટ બાદ સૌથી ઓછા છે. દેશમાં હાલ 6,25,857 એક્ટિવ કેસ છે. એટલે કે, તેમની સારવાર કોઈ હોસ્પિટલમાં ચાલી રહી છે અથવા તો તેઓ કોઈ ડૉક્ટરની દેખભાળ હેઠળ હોમઆઈસોલેશનમાં છે.

જો પોઝિટિવિટી રેટની (Corona Update In India) વાત કરીએ તો તે 4 ટકાની નીચે 3.80 ટકા પર આવી ગયો છે. રિકવરી રેટ સુધારા સાથે 90 ટકાની પાર (90.62 ટકા) પર પહોંચ્યો છે. જ્યારે મૃત્યુદર 1.5 ટકા પર છે અને એક્ટિવ કેસ 8 ટકાની નીચે 7.87 ટકા નોંધાયો છે.

ICMRના જણાવ્યા મુજબ, દેશમાં અત્યાર સુધી 10.44 કરોડ લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવી ચૂક્યો છે. જેમાં છેલ્લા 24 કલાકમાં 9,58,116 લોકોના કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યાં છે.