Gujarat Exclusive > ગુજરાત > ગુજરાતમાં કોરોનાના એક જ દિવસમાં રેકોર્ડ 2815 પોઝિટિવ કેસ, અમદાવાદ-સુરતમાં મૃતકઆંક વધ્યો

ગુજરાતમાં કોરોનાના એક જ દિવસમાં રેકોર્ડ 2815 પોઝિટિવ કેસ, અમદાવાદ-સુરતમાં મૃતકઆંક વધ્યો

0
91

ગાંધીનગર: ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસ ભયજનક રીતે વધી રહ્યા છે. રાજ્યમાં કોવિડ-19ના 24 કલાકમાં 2815 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે આ મહામારીને કારણે વધુ 13 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. રાજ્યમાં આ સાથે જ અત્યાર સુધી કોરોનાના 3 લાખ 15 હજાર 563 પોઝિટિવ કેસ થઇ ગયા છે. જ્યારે 4552 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

અમદાવાદ શહેરમાં સૌથી વધુ કોરોનાના 646 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે સુરતમાં 526 અને વડોદરામાં 303 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. રાજકોટમાં પણ કોરોનાની ગંભીર સ્થિતિ જોવા મળી રહી છે. રાજકોટમાં કોરોનાના 236 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. સુરત અને વડોદરામાં શહેરની સાથે સાથે ગ્રામ્યમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે. સુરત ગ્રામ્યમાં 161 જ્યારે વડોદરા ગ્રામ્યમાં 81 પોઝિટિવ કેસ સામે આવ્યા છે.

ઉત્તર ગુજરાતમાં પણ કોરોનાના કેસમાં વધારો

ઉત્તર ગુજરાતમાં પણ કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. મહેસાણામાં 54 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે પાટણમાં 51 પોઝિટિવ કેસ નોંધાયા છે.સાબરકાંઠામાં 24 પોઝિટિવ કેસ જ્યારે બનાસકાંઠા જિલ્લામાં 19 પોઝિટિવ કેસ સામે આવ્યા છે જ્યારે અરવલ્લી જિલ્લામાં 3 પોઝિટિવ કેસ નોંધાયા છે.

સૌરાષ્ટ્રમાં પણ કોરોનાએ ગતિ પકડી

રાજકોટ સિવાય સૌરાષ્ટ્રમાં ભાવનગર શહેરમાં પણ કોરોનાના કેસ જોવા મળી રહ્યા છે. ભાવનગર શહેરમાં કોરોનાના 44 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે રાજકોટ ગ્રામ્યમાં 41 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જામનગર શહેરમાં 38, જામનગર ગ્રામ્યમાં 29, કચ્છમાં 26, મોરબીમાં 26, અમરેલીમાં 20, જૂનાગઢ શહેરમાં 18, દેવભૂમિ દ્વારકામાં 16, જૂનાગઢ ગ્રામ્યમાં 10, ગીર સોમનાથમાં 9, બોટાદમાં 7, પોરબંદરમાં 2 પોઝિટિવ કેસ સામે આવ્યા છે.

મધ્ય-દક્ષિણ ગુજરાતમાં પણ કોરોનાના કેસમાં વધારો થયો છે. મહીસાગર જિલ્લામાં 39 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે ભરૂચ ખેડા અને નર્મદામાં 36-36, દાહોદમાં 32, આણંદમાં 29, વલસાડમાં 21, નવસારીમાં 15, ડાંગમાં 5 પોઝિટિવ કેસ નોંધાયા છે.

આ પણ વાંચો: કોરોના સંક્રમણ વધતા ગુજરાતમાં 5 એપ્રિલથી 1થી 9 ધોરણનું શિક્ષણ કાર્ય બંધ

રાજ્યમાં 4.88 લાખ લોકોનું રસીકરણ

રાજ્યમાં રસીકરણની અભૂતપૂર્વ કામગીરી ચાલી રહી છે. રાજ્યમાં કુલ 4 લાખ 88 હજાર 568 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. રાજ્યમા અત્યાર સુધી 2 લાખ 96 હજાર 713 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર 94.03 ટકા રહ્યો છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat