Gujarat Exclusive > દેશ-વિદેશ > દેશમાં કોરોનાના નવા 3.68 લાખ પોઝિટિવ કેસ, 3,417 લોકોએ ગુમાવ્યો જીવ

દેશમાં કોરોનાના નવા 3.68 લાખ પોઝિટિવ કેસ, 3,417 લોકોએ ગુમાવ્યો જીવ

0
34

નવી દિલ્હી: દેશમાં કોરોનાની બીજી લહેર ખતરનાક સાબિત થઇ રહી છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3 લાખ 68 હજાર 147 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે આ મહામારીને કારણે વધુ 3 હજાર 417 દર્દીઓના મોત થયા છે. કોરોના મહામારીમાં 3 લાખ 732 લોકો સ્વસ્થ થતા તેમણે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

ટોટલ કેસ: 1,99,25,604
ટોટલ રિકવરી: 16,29,3003
ટોટલ મોત: 2 લાખ 18 હજાર 959
એક્ટિવ કેસ: 34,13,642

આ સતત 10મો દિવસ છે જ્યારે દેશમાં કોરોનાના ત્રણ લાખથી વધુ નવા કેસ સામે આવ્યા છે. 1 મેએ પ્રથમ વખત આ આંકડો 4 લાખની પાર પહોચી ગયો હતો. તે બાદ 2 મેએ 3.92 લાખ કેસ સામે આવ્યા હતા.

એક દિવસ પહેલા જ મહારાષ્ટ્રમાં 56,647 નવા કોરોના વાયરસના કેસ મળ્યા છે જ્યારે 51,356 લોકો કોરોનાથી રિકવર થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 669 લોકોએ કોરોના મહામારીને કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. રાજ્યમાં હવે 6,68,353 એક્ટિવ કેસ છે.

દેશમાં કોરોના વાયરસ મહામારીને કારણએ રવિવારે 3,689 દર્દીઓના જીવ ગયા હતા જ્યારે સારવાર હેઠળ રહેલા દર્દીઓની સંખ્યા 33 લાખની પાર પહોચી ગઇ છે. દર્દીઓ માટે હોસ્પિટલમાં બેડ, દવાઓ અને ઓક્સીજનની ગંભીર અછત વચ્ચે કોરોનાના કેસને રોકવાના પ્રયાસમાં કેટલાક રાજ્યોની જેમ હરિયાણા અને ઓરિસ્સાએ લોકડાઉન લગાવી દીધુ છે.

કોવિડ-19ની સ્થિતિના પ્રભાવી મેનેજમેન્ટ માટે માનવ સંસાધન વધારવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિવિધ ઉપાયોની સમીક્ષા કરી હતી અને કેટલાક સંભવિત પગલા પર ચર્ચા કરી હતી જેમાં તબીબી અને નર્સિગ કોર્સ પાસ કરી ચુકેલા વિદ્યાર્થીઓને મહામારીમાં ડ્યુટી કરવા માટે પ્રોત્સાહિત કરવાનું પણ સામેલ હતું.

બીજી તરફ આંતરરાષ્ટ્રીય સહાયતા પહોચાડવાનું પણ સતત ચાલુ છે. ફ્રાંસ, તાઇવાન, ઉજબેકિસ્તાન અને બેલ્જિયમ તરફથી મોકલવામાં આવેલા ઓક્સીજન સહિત અન્ય તબીબી પુરવઠો અહી પહોચ્યો હતો.

બીજી તરફ દેશમાં 13 વિપક્ષી દળના નેતાઓએ કેન્દ્રને દેશભરમાં મફત રસીકરણ અભિયાન શરૂ કરવાનો અનુરોધ કર્યો છે. એક સંયુક્ત નિવેદનમાં તેમણે કેન્દ્રને આહવાન કર્યુ છે કે તે તમામ હોસ્પિટલો અને સ્વાસ્થ્ય કેન્દ્રોમાં ઓક્સીજન પુરવઠો સુનિશ્ચિત કરે કારણ કે તે દર્દીઓના વધતા બોઝનું મેનેજમેન્ટ કરી રહ્યા છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat