Gujarat Exclusive > દેશ-વિદેશ > દેશમાં કોરોના વાયરસના 18,132 નવા કેસ, છેલ્લા 24 કલાકમાં 21,563 દર્દી સ્વસ્થ થયા

દેશમાં કોરોના વાયરસના 18,132 નવા કેસ, છેલ્લા 24 કલાકમાં 21,563 દર્દી સ્વસ્થ થયા

0
51

નવી દિલ્હી: દેશમાં આજે કોરોના સંક્રમણના 18,132 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે છેલ્લા 24 કલાક દરમિયાન કોવિડ-19થી 21,563 લોકો સ્વસ્થ થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યુ કે દેશમાં કોરોનાથી અત્યાર સુધી સ્વસ્થ થનારાઓની સંખ્યા 3,32,93,478 થઇ ગઇ છે. બીજી તરફ એક્ટિવ કેસની સંખ્યા 2,27,347 છે, જે 209 દિવસમાં સૌથી ઓછા છે.

દૈનિક પૉઝિટિવિટી રેટ 1.75 ટકા છે. મંત્રાલયે જણાવ્યુ કે દેશમાં કુલ વેક્સીનેશનનો આંકડો હવે 95.19 કરોડ થઇ ગયો છે.

અત્યાર સુધી 4 લાખ 50 હજાર 782 લોકોના મોત

સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી લેટેસ્ટ આંકડા અનુસાર દેશમાં ગત 24 કલાકમાં 21 હજાર 563 લોકો કોરોના મુક્ત થયા છે, જે બાદ એક્ટિવ કેસ ઘટીને 2 લાખ 27 હજાર 347 થઇ ગયા છે.

દેશમાં અત્યાર સુધી ત્રણ કરોડ 32 લાખ 93 હજાર 478 લોકો કોરોનાને માત આપી ચુક્યા છે. દેશમાં અત્યાર સુધી કોરોનાથી ચાર લાખ 50 હજાર 782 લોકોના મોત થઇ ચુક્યા છે.

કાલે લાગ્યા વેક્સીનના 79 લાખથી વધુ ડોઝ

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યુ કે દેશમાં કાલે કોરોના વાયરસ વેક્સીનના 46 લાખ 57 હજાર 679 ડોઝ આપવામાં આવ્યા છે. જે બાદ વેક્સીનના ડોઝનો આંકડો વધીને હવે 95 કરોડ 19 લાખ 84 હજાર 373 થઇ ગયો છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat