Gujarat Exclusive > ગુજરાત > ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 1564 પોઝિટિવ કેસ, અમદાવાદમાં 11 દર્દીના મોત

ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 1564 પોઝિટિવ કેસ, અમદાવાદમાં 11 દર્દીના મોત

0
202

ગાંધીનગર: રાજ્યમાં કોરોના સંક્રમણનું પ્રમાણ વધતુ જઇ રહ્યુ છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1564 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે આ મહામારીને કારણે વધુ 16 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અમદાવાદમાં કોરોનાથી સૌથી વધુ 11 દર્દીના મોત થયા છે. Corona Update

અમદાવાદમાં સૌથી વધુ કોરોનાના 345 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે સુરતમાં 278 પોઝિટિવ કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 130 કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. રાજકોટમાં પણ કોરોનાનો કેર યથાવત છે. રાજકોટ શહેરમાં 96 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. ખેડામાં પણ ફરીવાર કોરોનાની બીજી લહેર જોવા મળી રહી છે. ખેડામાં 57 કેસ નોંધાયા છે. જ્યારે રાજકોટ ગ્રામ્યમાં 53 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. Corona Update

મહેસાણામાં પણ 51 કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. વડોદરા ગ્રામ્યમાં 41, સુરેન્દ્રનગરમાં 40, બનાસકાંઠામાં 38, ગાંધીનગર અને પંચમહાલમાં 33-33, પાટણમાં 30, આણંદમાં 28, દાહોદમાં 26, ભાવનગર શહેરમાં 25, ગાંધીનગર શહેરમાં 25, જામનગરમાં 24, કચ્છમાં 22, ભરૂચમાં 20, અમરેલીમાં 18, સાબરકાંઠામાં 18, જૂનાગઢમાં 17, મહિસાગરમાં 16, મોરબીમાં 16, જૂનાગઢમાં 12 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. Corona Update

આ પણ વાંચો: ગુજરાતમાં રાજ્યસભાની ખાલી બેઠક પર ડિસેમ્બરમાં યોજાઈ શકે છે ચૂંટણી

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્ન કરી રહી છે. રાજ્યના વિવિધ જિલ્લામાં 1564 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 1451 દર્દીઓએ કોરોનાને મ્હાત આપતા સાજા થઇને પોતાના ઘરે ગયા છે.રાજ્યમાં અત્યાર સુધી કુલ 1 લાખ 89 હજાર 420 દર્દીઓ સ્વસ્થ થઇને ઘરે ગયા છે. રાજ્યમાં સાજા થવાનો દર 90.95 ટકા છે. રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 2 લાખ 08 હજાર 278 પર પહોચી ગઇ છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9