Gujarat Exclusive > ગુજરાત > ગુજરાતમાં કોરોનાના 1502 પોઝિટિવ કેસ, અમદાવાદમાં ભયજનક સ્થિતિ

ગુજરાતમાં કોરોનાના 1502 પોઝિટિવ કેસ, અમદાવાદમાં ભયજનક સ્થિતિ

0
236

ગાંધીનગર: ગુજરાતમાં કોરોનાનો કેર યથાવત છે. રાજ્યમાં 24 કલાકમાં 1502 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. અમદાવાદ સહિતના ચાર મહાનગરોમાં કોરોના સંક્રમણનું પ્રમાણ વધ્યુ છે અને હોસ્પિટલો કોરોનાના દર્દીઓથી ફૂલ થઇ ગઇ છે જ્યારે આ મહામારીને કારણે વધુ 20 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. Corona Update

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે રાજ્ય સરકાર પ્રયત્ન કરી રહી છે. રાજ્યના વિવિધ જિલ્લામાં 1502 કેસ નોંધાયા છે. સાથે જ 1401 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી સાજા થઇને પોતાના ઘરે ગયા છે. અત્યાર સુધીમાં રાજ્યના કુલ 1,90,821 દર્દીઓ સ્વસ્થ થયા છે. રાજ્યમાં સાજા થવાનો દર 90.96 છે. આ જ રીતે કોરોના ટેસ્ટીંગની ક્ષમતા પણ વધારવામાં આવી રહી છે. કોરોનાના રાજ્યમાં 65,876 ટેસ્ટ કરવામાં આવ્યા છે અને રાજ્યની વસ્તીને ધ્યાનમાં લેતા દરરોજ 1013.48 ટેસ્ટ પ્રતિ મિલિયન જેટલા થવા પામે છે. Corona Update

આ પણ વાંચો: સિવિલ હોસ્પિટલની બેદરકારી, મહિલાનો નેગેટિવ રિપોર્ટ હોવા છતાં કોવિડ હોસ્પિટલમાં રાખતા મોત

રાજ્યમાં 20 દર્દીના મોત

રાજ્યમાં કોરોના મહામારીને કારણે 20 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ શહેરમાં સૌથી વધુ 13 દર્દીઓના મોત થયા છે જ્યારે સુરતમાં 2, ગાંધીનગર,મહેસાણા-મોરબી, રાજકોટ અને વડોદરામાં 1-1 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. Corona Update

અમદાવાદમાં સ્થિતિ ભયાનક

અમદાવાદમાં કોરોનાની ભયાનક સ્થિતિ જોવા મળી રહી છે. અમદાવાદ શહેરમાં કોરોનાના વધુ 291 પોઝિટિવ કેસ સામે આવ્યા છે.કોરોના સંક્રમણનું પ્રમાણ વધતા કોરોના ટેસ્ટીંગમાં પણ વધારો કરવામાં આવ્યો છે. સુરત શહેરમાં 212 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. વડોદરા શહેરમાં 147 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. રાજકોટ શહેરમાં 105 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. મહેસાણામાં 70, સુરતમાં 54, વડોદરામાં 40, રાજકોટ 35, કચ્છમાં 33, ગાંધીનગર 31, પંચમહાલમાં 31, બનાસકાંઠા 28, ગાંધીનગર શહેરમાં 28, જામનગર શહેરમાં 27, પાટણ 26, મોરબી 25, મહીસાગર 24, સુરેન્દ્રનગર 23, ખેડા 22, સાબરકાંઠા 22, અમદાવાદ 21, અમરેલીમાં 21, દાહોદમાં 20 કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. Corona Update

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9