Gujarat Exclusive > દેશ-વિદેશ > COVID-19: ભારતમાં છેલ્લા 24 કલાકમાં 11 હજારથી વધારે નવા કેસ, 555 લોકોના મોત

COVID-19: ભારતમાં છેલ્લા 24 કલાકમાં 11 હજારથી વધારે નવા કેસ, 555 લોકોના મોત

0
41

નવી દિલ્હી: ભારતમાં કોરોનાના કેસોમાં પ્રતિદિવસ આંશિક રીતે ઘટાડો વધારો નોંધાતો રહે છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર ભારતમાં પાછલા 24 કલાકમાં 11,850 નવા કેસ નોંધાય છે.

જ્યારે 555 લોકોએ કોરોના વાયરસના કારણે દમ તોડ્યો છે. આમ કોરોનાના કેસો ઘટાડો તો નોંધાઇ રહ્યો છે પરંતુ મૃત્યુના આંકડામાં પ્રતિદિવસનો વધારો-ઘટાડામાં ખુબ જ મોટો તફાવત આવી રહ્યો છે.

સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર નવા કેસો સાથે ભારતમાં 1,36,308 સક્રિય કેસ છે. જે પાછલા 274 દિવસમાં સૌથી ઓછા છે.

ઉલ્લેખનિય છે કે, જર્મની, ફ્રાંસ અને બ્રિટન સહિતના યૂરોપમાં કોરોના સંક્રમણના કેસ વધી રહયા છે. તેવામાં ભારતમાં પણ કોરોના સંક્રમણમાં ધીમા પગલે વધારો થઇ રહ્યો છે.

ગઈકાલની વાત કરીએ તો 12,516 કેસ નોંધાયા હતા અને 500 લોકોના મોત થયા છે. જ્યારે 9 નવેમ્બરના રોજ છેલ્લા 9 મહિનામાં સૌથી ઓછા 10126 કેસ નોંધાયા હતા એ પછી 290 કેસમાં વધારો થયો છે.

ભારતમાં હાલમાં 1.36 લાખ કોરોનાના સક્રિય કેસ છે. કોરોના મહામારી શરુ થઇ ત્યારથી માંડીને અત્યાર સુધી 3.44 કરોડ લોકો ભોગ બન્યા છે જેમાંથી 4.62 લાખથી વધુ લોકોના મોત થયા છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat