Gujarat Exclusive > દેશ-વિદેશ > કોરોનાથી દેશની સ્થિતિ થઈ કફોડી: પ્રથમ વખત દોઢ લાખથી વધુ કેસ, 839 ભારતીયોના મોત

કોરોનાથી દેશની સ્થિતિ થઈ કફોડી: પ્રથમ વખત દોઢ લાખથી વધુ કેસ, 839 ભારતીયોના મોત

0
68

નવી દિલ્હી: કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. દેશમાં આજે 1 લાખ 52 હજારથી વધુ નવા કેસ સામે આવ્યા છે. આ એક દિવસમાં અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. 24 કલાકમાં 839 લોકોના મોત થયા છે. કોરોના સંક્રમણ વધતા કેટલીક જગ્યાએ પ્રતિબંધ મુકવામાં આવ્યા છે.

દિલ્હીમાં તમામ પ્રકારની સભાઓ પર રોક લગાવી દેવામાં આવી છે, આ સિવાય લગ્નથી લઇને મેટ્રો-બસમાં મુસાફરીને લઇને કેટલાક પ્રતિબંધ મુકવામાં આવ્યા છે. મહારાષ્ટ્રમાં પૂર્ણ લૉકડાઉનનો નિર્ણય લેવામાં આવી શકે છે. કેટલાક રાજ્યમાં રાત્રિ કરર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યુ છે. બીજી તરફ દેશમાં અત્યાર સુધી 10 કરોડથી વધુને કોરોનાની રસી લગાવવામાં આવી ચુકી છે.

આજથી 14 એપ્રિલ સુધી રસીકરણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાન પર આજથી 14 એપ્રિલ સુધી રસીકરણ અભિયાન ઝડપી બનાવવા માટે રસી ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે. પીએમ મોદીએ કહ્યુ કે આજે 11 એપ્રિલ એટલે જ્યોતિબા ફુલે જયંતીથી અમે દેશવાસી રસી ઉત્સવની શરૂઆત કરી રહ્યા છીએ. આ રસી ઉત્સવ 14 એપ્રિલ એટલે બાબા સાહેબ આંબેડકર જયંતી સુધી ચાલશે. આ ઉત્સવ, એક પ્રકારથી કોરોના વિરૂદ્ધ બીજી મોટી જંગની શરૂઆત છે.

ઓરિસ્સાએ છત્તીસગઢ બોર્ડર સીલ કરી

ઓરિસ્સાએ કોરોનાના કેસ વધ્યા બાદ શનિવારે છત્તીસગઢ સાથે જોડાયેલી પોતાની સરહદને સીલ કરી દીધી છે.

UP: ગોરખપુરમાં નાઇટ કરર્ફ્યૂ

ગોરખપુર જિલ્લા તંત્રએ કોરોના વાયરસના વધતા કેસને ધ્યાનમાં રાખતા શનિવારથી 18 એપ્રિલ સુધી નાઇટ કરર્ફ્યૂ લગાવવાનો નિર્ણય કર્યો છે. ગોરખપુરના જિલ્લા અધિકારી વિજયેન્દ્ર પાંડિયને કહ્યુ કે રાત્રે 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કરર્ફ્યૂ લગાવવામાં આવશે. આ રવિવાર રાતથી શરૂ થશે અને 18 એપ્રિલ સુધી લાગુ રહેશે.

ગુજરાતમાં કોરોનાના કેસ 5000ની પાર, 49ના મોત

ગુજરાતમાં કોરોના વાયરસથી છેલ્લા 24 કલાકમાં 5011 કેસ નોંધાયા હતા જ્યારે 49 લોકોના મોત થયા હતા.

પંજાબમાં 3294 નવા કેસ

પંજાબમાં છેલ્લા 24 કલાકમાં 3294 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 58 લોકોના મોત થયા છે.

આ પણ વાંચો:  લગ્નમાં 50 અને અંતિમ સંસ્કારમાં 20 લોકો, દિલ્હી સરકારે જાહેર કરી નવી ગાઈડલાઈન

1 લાખ 52 હજારથી વધુ કેસ

દેશમાં કોરોના વાયરસના 1,52,879 નવા કેસ સામે આવ્યા છે. 24 કલાકમાં 839 લોકોના મોત થયા છે. દેશમાં કુલ સક્રિય કેસ 11,08,087 થઇ ગયા છે. બીજી તરફ હજુ સુધી 1,20,81,443 રોગી આ વાયરસથી સ્વસ્થ થઇ ચુક્યા છે. મોતનો આંકડો વધીને 1,69,275 થઇ ગયા છે. કુલ કેસની સંખ્યા વધીને 1,33,58,805 થઇ ગઇ છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat