Gujarat Exclusive > દેશ-વિદેશ > મહારાષ્ટ્રમાં આવી શકે છે કોરોનાની ત્રીજી લહેર, હેલ્થ એક્સપર્ટોએ આપી ચેતવણી

મહારાષ્ટ્રમાં આવી શકે છે કોરોનાની ત્રીજી લહેર, હેલ્થ એક્સપર્ટોએ આપી ચેતવણી

0
64

મુંબઈ: દેશમાં આગની જેમ ફેલાઈ રહેલી કોરોના સંક્રમણની બીજી લહેર વચ્ચે મહારાષ્ટ્રમાં સ્થિતિ વિકટ બનતી જઈ રહી છે. એવામાં હેલ્થ એક્સપર્ટોએ ચેતવણી આપી છે કે, જો મહારાષ્ટ્રમાં વૅક્સિનેશન અભિયાન આટલી ધીમી ગતિથી ચાલશે, તો રાજ્યમાં સંક્રમણની ત્રીજી લહેર આવવામાં વધારે સમય નહીં લાગે. Corona Third Wave

મહારાષ્ટ્ર સરકારનું કહેવું છે કે, તેમને કોવિડ વૅક્સિનેશન માટે પુરતા ડોઝ સમયસર નથી મળી રહ્યાં છે. જેના કારણે 1 મેથી શરૂ થનારા 18 વર્ષથી વધુ વયના લોકો માટે વૅક્સિનેશન અભિયાન શરૂ નહીં થઈ શકે.

રાજ્યના સ્વાસ્થ્ય વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે, મહારાષ્ટ્રમાં 9 કરોડ લોકોમાંથી અત્યાર સુધી અમે માત્ર 1.50 કરોડથી વધુ લોકોનું વૅક્સિનેશન કર્યું છે. જે ઘણું જ ઓછું છે.

મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપે પહેલા પણ મહારાષ્ટ્રમાં વૅક્સિનેશનના અપૂરતી સપ્લાય પર ચિંતા વ્યક્ત કરી ચૂક્યાં છે. 45 વર્ષથી વધુ વયના લોકોને વૅક્સિનેશન મામલે સૌથી ખરાબ સ્થિતિ મહારાષ્ટ્રની જ હતી. અહીં વૅક્સિનેશન અભિયાન ખૂબ જ મંદ ગતિથી ચાલી રહ્યું છે.

તેઓ ચેતવણી પણ આપી ચૂક્યાં છે કે, જો આપણે વૅક્સિનેશનમાં ગતિ નહીં લાવીએ તો, જલ્દી નોકરીઓ કે અન્ય કામકાજ માટે બહાર નીકળવા પર કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપી શકીએ છીએ. ડિસેમ્બર મહિનામાં છૂટથી લોકો બેપરવા બની ગયા અને ફેબ્રુઆરીમાં તેના કારણે કોરોનાની બીજી લહેર શરૂ થઈ ગઈ. જેના કારણે આજે પણ આપણે ભોગવી રહ્યાં છીએ.

આ પણ વાંચો:  અમદાવાદ: GMDC સ્થિત ધન્વંતરી હોસ્પિટલ બહાર લાગી લોકોની લાંબી લાઈન Corona Third Wave

સ્વાસ્થ્ય વિભાગના એક અધિકારીના જણાવ્યા મુજબ, જો આપણે જલ્દીથી વસ્તીના એક મોટા હિસ્સાનું વૅક્સિનેશન નહીં કરીએ તો આપણે ત્રીજી લહેર માટે લાલ જાજમ પાથરી દઈશું. રાજ્યમાં એપ્રિલથી અત્યાર સુધીમાં 15,53,922 નવા કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે 11,281 લોકોના મરણ નોંધાયા છે.

મંત્રી રાજેશ ટોપેએ જણાવ્યું કે, મહારાષ્ટ્ર સરકારને ભારત બાયોટેક કે સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઑફ ઈન્ડિયા તરફથી 20 મે પહેલા વૅક્સિન મળવાની કોઈ સંભાવના નથી દેખાતી. એવી સ્થિતિમાં અમે 1 મેથી 18થી વધુ વયના લોકો માટે વૅક્સિનેશન શરૂ નહીં કરી શકીએ. અમારે મે મહિનાના ત્રીજા સપ્તાહ સુધી રાહ જોવી રહી.

રાજ્યની કોવિડ ટાસ્ક ફોર્સના એક સભ્યનું કહેવું છે કે, મહારાષ્ટ્રમાં મોટી સંખ્યામાં લોકોના વૅક્સિનેશન માટે વેક્સિનનો એક મોટા પ્રમાણમાં જથ્થો હોવો જરૂરી છે. ચોમાસામાં ભારે વરસાદના કારણે વૅક્સિનેશન અભિયાનમાં અવરોધ આવી શકે છે. Corona Third Wave

કોંગ્રેસના એક નેતાએ કહ્યું કે, રાજ્યમાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક છે, પરંતુ અમે ઉનાળાની સિઝનમાં વધુમાં વધુ લોકોને કોરોના વિરોધી રસી આપવાની સોનેરી તક ગુમાવી રહ્યાં છીએ.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat