Gujarat Exclusive > દેશ-વિદેશ > કેન્દ્ર સરકારની રાજ્યોની સલાહ, કોરોના સંક્રમણથી બચવા ટેસ્ટિંગ વધારો

કેન્દ્ર સરકારની રાજ્યોની સલાહ, કોરોના સંક્રમણથી બચવા ટેસ્ટિંગ વધારો

0
46

નવી દિલ્હી: દેશમાં કોરોના વાઈરસની મહામારીની (Corona Pandemic) બીજી લહેરના લક્ષણો જોવા મળવા લાગ્યા છે. ઉત્તર અને સેન્ટર ઈન્ડિયાના અનેક રાજ્યોમાં હવે ઝડપથી સંક્રમણ ફેલાવા લાગ્યું છે. જેને પગલે કેન્દ્ર સરકારે પણ આવશ્યક પગલા ભરતાં 4 રાજ્યોમાં કોરોના (Corona Virus) પર કાબૂ મેળવવા માટે કેન્દ્રીય ટીમોને રવાના કરી દીધી છે.

આ દરમિયાન કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને મહામારીથી (Corona Pandemic) બચવા માટે ટેસ્ટિંગ (Corona Testing) વધારવાની સલાહ આપી છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, અત્યારે દેશની રાજધાની દિલ્હીમાં સૌથી વધુ કોરોનાના નવા કેસો (Corona Cases) સામે આવી રહ્યાં છે. જ્યાં 11 નવેમ્બરે રેકોર્ડ બ્રેક 8593 નવા કેસ સામે આવ્યા હતા. જ્યારે 18 નવેમ્બરે રેકોર્ડ બ્રેક 131 સંક્રમિત દર્દીઓના મરણ નોંધાયા હતા.

આજ પ્રકારે મહારાષ્ટ્ર, ગુજરાત, હરિયાણા, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને રાજસ્થાનમાં પણ ઝડપથી કેસો (Corona Cases) વધી રહ્યાં છે. જો કે અહીં દર 10 લાખ લોકો પર રાષ્ટ્રીય સરેરાશ 94,679 કરતાં ઓછા ટેસ્ટિંગ (Corona Testing) કરવામાં આવી રહ્યાં છે.

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, હાલમાં યુરોપ અને અમેરિકામાં ઝડપથી ફેલાતા સંક્રમણને જોતા દેશમાં પણ પૂરતી તકેદારી દાખવવાની જરૂરત છે.

એવામાં તમામ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કોરોના સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે ટેસ્ટિંગની (Corona Testing) સંખ્યામાં વધારો કરવાની જરૂરત છે. આ સિવાય દરેક રાજ્યોએ મહામારીથી (Corona Pandemic) બચવા માટેના અન્ય ઉપાયોનું પણ સખ્તીથી પાલન કરવું પડશે.

આ પણ વાંચો: અનોખું ઑપરેશન: દર્દી જોતો રહ્યો ‘બિગ બૉસ’ અને ડૉક્ટરોએ કરી સફળ બ્રેન સર્જરી

સ્વાસ્થ્ય મંત્રાલયના અનુસાર, અત્યારે દેશમાં 2115 સરકારી અને ખાનગી લેબોરેટરીઓમાં પ્રતિદિન સરેરાશ 10 લાખ ટેસ્ટ (Corona Test) કરવામાં આવી રહ્યાં છે. એવામાં અત્યાર સુધી 13 કરોડથી વધુ ટેસ્ટ થઈ ચૂક્યા છે.

હાલ સૌથી વધુ ટેસ્ટ ઉત્તર પ્રદેશમાં 1,40,25,713, બિહારમાં 1,00,99,322 અને તમિલનાડુમાં 95,17,507 ટેસ્ટ (Corona Testing) કરવામાં આવ્યાં છે.

આજ પ્રકારે સૌથી ઓછા ટેસ્ટ પર નજર નાંખીએ તો, સિક્કિમમાં 55,797, મેઘાલયમાં 57,707 અને મિઝોરમમાં 1,04,131 ટેસ્ટ જ કરવામાં આવ્યા છે.