Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > GIDC તેમજ ખાનગી ઔદ્યોગિક વસાહતોમાં સંક્રમણ અટકાવવા Covid 19 ટેસ્ટીંગ બુથ ઊભા કરવા GCCIની માંગ

GIDC તેમજ ખાનગી ઔદ્યોગિક વસાહતોમાં સંક્રમણ અટકાવવા Covid 19 ટેસ્ટીંગ બુથ ઊભા કરવા GCCIની માંગ

0
28
  • વસાહતમાં દાખલ થતાં પહેલાં જ કર્મચારીઓના ટેસ્ટથી સંક્રમણ અટકી જશે

  • ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ અધિક મુખ્ય સચિવને લખ્યો પત્ર

ગાંધીનગર: કોરોનાના કપરા કાળમાં જીઆઇડીસી તથા ઔદ્યોગિક વસાહતોમાં સંક્રમણ થતું અટકાવવા માટે વસાહતમાં આવતાં પહેલાં જ કર્મચારીઓના કોવિડ 19ના ટેસ્ટ કરવામાં આવે તેવી માંગણી ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા કરવામાં આવી છે. તેના માટે વસાહતમાં એન્ટ્રી વખતે જ કોવિડ 19ના ટેસ્ટીંગ બુથ ઊભા કરવા જોઇએ.

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ( GCCI )ના પ્રમુખ નટુભાઇ પટેલે રાજયના વન અને પર્યાવરણ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તાને ઉદ્દેશીને લખેલા પત્રમાં કોરોનાના કપરાકાળમાં ઔદ્યોગિક એકમો ચાલુ રાખવાના સરકારના નિર્ણયને આવકારતાં જણાવ્યું છે કે, સરકારના આ નિર્ણયથી એકમોમાં કાર્યરત કામદારોને રોજીરોટીનો પ્રશ્ન ઊભો નહીં થાય અને ઉદ્યોગો કાર્યરત રહેવાથી તેમના આર્થિક પ્રવુત્તિ પર વિપરીત અસર ઓછી કરી શકાશે.

તેમણે વધુમાં સૂચન કરતાં જણાવ્યું છે કે, ચાંગોદર, સાંતેજ જેવા ખાનગી ઔદ્યોગિક વસાહતો તેમ જ તમામ જીઆઇડીસી વસાહતોના એન્ટ્રી પોઇન્ટ પર કોવિડ 19ના ટેસ્ટીંગ બુથ શરૂ કરવા જોઇએ. આ ટેસ્ટીંગ બુથના કારણે સંક્રમિત કર્મચારીઓની તપાસ વસાહતમાં દાખલ થતાં પહેલાં જ થઇ જશે તો ઔદ્યોગિક વસાહતોમાં વધુ સંક્રમણ ફેલાવવાનું અટકાવી શકાશે. અમારા સકારાત્મક સૂચનને ધ્યાને લઇને ત્વરિત નિર્ણય લેવા વિનંતી કરી છે.

પ્રોપર્ટી ટેક્ષની રાહતની મુદત લંબાવવા માંગ

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડ્સ્ટીએ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરને ઉદ્દેશીને લખેલા પત્રમાં જણાવ્યું છેકે, અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વસૂલવામાં આવતાં પ્રોપર્ટી ટેક્ષમાં 10 ટકા રાહત મેળવવા માટેની છેલ્લી તા. 30 એપ્રિલ છે. પરંતુ હાલના કોવિડ 19ના સંજોગોના કારણે સિવિક સેન્ટરો પણ બંધ છે તેમજ વિવિધ નિયંત્રણોને કારણે સામાન્ય અવરજવર પર અસર થઇ છે. જે વ્યક્તિઓ આ 10 ટકા રાહતનો લાભ લેવા ઇચ્છુક છે તેઓને આ રકમ 30 એપ્રિલ સુધીમાં ભરવામાં મુશ્કેલી પડી રહી છે. આથી હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ 10 ટકા રિબેટનો લાભ મહત્તમ લોકો લઇ શકે તે હેતુસર આ મુદત લંબાવીને 31 મે સુધી કરવા વિનંતી કરી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat