Gujarat Exclusive > ગુજરાત > અમદાવાદ: કોરોનાના કેર વચ્ચે રેલવે સ્ટેશન પર ટેસ્ટિંગ બંધ

અમદાવાદ: કોરોનાના કેર વચ્ચે રેલવે સ્ટેશન પર ટેસ્ટિંગ બંધ

0
127
  • અગાઉ રેલવે સ્ટેશન પર મુસાફરોના કોરોના ટેસ્ટિંગમાં 707ના રિપોર્ટ પોઝિટિવ
  • મુસાફરો બેરોકટોક શહેરમાં પ્રવેશતા કોરોના સંક્રમણ વધવાનો ખતરો

અમદાવાદ: શહેરના કાલુપુર રેલવે સ્ટેશન (Ahmedabad Railway Station) પર ટ્રેનમાં બહારથી આવતા મુસાફરોના કોરોના ટેસ્ટિંગ (Corona Testing) માટે અમદાવાદ મ્યૂન્સિપલ કોર્પોરેશન (AMC) દ્વારા વિશાળકાય ડોમ બનાવવામાં આવ્યો હતો. જેમાં દરેક મુસાફરોના કોરોના ટેસ્ટ (Corona Test) કરીને જ અમદાવાદમાં પ્રવેશ આપવામાં આવતો હતો. આ દરમિયાન અનેક મુસાફરો કોરોના પોઝિટિવ (Corona Positive) મળી આવ્યા હતા. જો કે હવે આ ડોમ બંધ કરી દેવામાં આવતા શહેરમાં કોરોનાનું સંક્રમણ (Corona Virus) વધવાનો ખતરો ઉભો થયો છે.

પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં સરકારે પોતાના રાજ્યમાં આવતા તમામ લોકો માટે કોરોનાનો નેગેટિવ રિપોર્ટ (Corona Report) ફરજિયાત કરી દીધો છે. જેમાં તમારો કોરોના રિપોર્ટ નેગેટિવ હશે, તો જ તમને મહારાષ્ટ્રમાં પ્રવેશ મળે છે, ત્યારે અમદાવાદમાં અન્ય રાજ્યોના મુસાફરો બેરોકટોક પ્રવેશી રહ્યાં છે. જેના કારણે કોરોના સંક્રમિતોની સંખ્યા (Ahmedabad Corona Cases) વધી શકે છે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં કોરોનાની સ્થિતિને જોતા ઓક્ટોબર મહિનામાં રેલવે સ્ટેશન ખાતે મ્યુન્સિપલ કોર્પોરેશન દ્વારા વિશાળ ડોમ ઉભો કરીને ટ્રેનમાં આવતા તમામ મુસાફરોના ફરજિયાત રેપિડ ટેસ્ટ (Corona Test) કરવામાં આવતા હતા. જેમાં AMC દ્વારા કુલ 61,199 મુસાફરોના રેપિડ ટેસ્ટ (Corona Testing) કરવામાં આવ્યા હતા, જેમાંથી 707 મુસાફરોનો રિપોર્ટ (Corona Report) પોઝિટિવ આવ્યો હતો.

જો આ મુસાફરોના ટેસ્ટ (Corona Test) કર્યા વિના તેમને શહેરમાં પ્રવેશ આપી દેવામાં આવ્યા હોત, તો શહેરમાં કોરોનાની (Corona Virus) સ્થિતિ વધારે ભયાનક થઈ શકે તેમ હતી.

આ પણ વાંચો: સુરત: બારડોલી હાઈવે પર ખાનગી બસ પલટી, 15 મુસાફરોને ઈજા

જણાવી દઈએ કે, નવેમ્બર મહિનામાં રેલવે સ્ટેશન (Ahmedabad Raiway Station) પર કોરોના ટેસ્ટિંગની (Corona Testing) કામગીરી બંધ કરી દેવામાં આવી છે. જ્યારે દિવાળી બાદ કોરોનાના કેસો (Ahmedabad Corona Cases) વધતા શહેરમાં ગત અઠવાડિયે 60 કલાકનો કરફ્યુ (Ahmedabad Curfew) આપવામાં આવ્યો હતો. આ સિવાય હાલ પણ કોરોના સંક્રમણને (Corona Virus) ફેલાતુ અટકાવવા માટે રાત્રી કરફ્યુ અમલમાં જ છે.

હાલના સમયે અમદાવાદ રેલવે સ્ટેશન (Ahmedabad Railway Station) પર પ્રતિદિન 60 જેટલી ટ્રેનોની અવરજવર રહે છે. એવામાં કોરોના ટેસ્ટિંગની (Corona Testing) કામગીરી બંધ કરી દેવામાં આવી છે, ત્યારે શહેરમાં કોરોનાની સ્થિતિ વધારે વકરે તેની શક્યતા નકારી શકાય નહીં. (Image Caption: અમદાવાદ રેલવે સ્ટેશન પર કોરોના ટેસ્ટિંગ કરાવતા મુસાફરોનો ફાઈલ ફોટો)

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9