Gujarat Exclusive > ગુજરાત > કોરોનાનો ટેસ્ટ કરાવવા માંગતા નાગરિકોને ડોક્ટરના ભલામણ કે પ્રિસ્ક્રીપ્શનની જરૂર નથી

કોરોનાનો ટેસ્ટ કરાવવા માંગતા નાગરિકોને ડોક્ટરના ભલામણ કે પ્રિસ્ક્રીપ્શનની જરૂર નથી

0
123

ગાંધીનગર:  રાજયના આરોગ્ય વિભાગ દ્વારા જણાવ્યા અનુસાર ICMR ની નવી ટેસ્ટીંગ ગાઈડલાઈન અનુસાર જે નાગરીકો સ્વેચ્છિક કોરોનાનો ટેસ્ટ કરાવવા માંગતા હોય તેઓએ હવે ડોકટરના ભલામણ કે પ્રિસ્ક્રીપ્શનની જરૂરીયાત રહેશે નહી.

યાદીમાં વધુમાં જણાવાયાનુસાર કોવિડ -૧૯ રોગચાળા અન્વયે રાજ્યમાં સરકારી અને ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટીંગ માટે રાજ્ય સરકાર દ્વારા ટેસ્ટ કરવા માટેની મંજુરી આપવામાં આવી છે. આ નવી ગાઈડલાઈન અનુસાર જે લોકો હવે સ્વૈચ્છિક Covid-19 નો ટેસ્ટ કરાવવા માંગતા હોય તો તેઓને ડોકટરના ભલામણ કે પ્રિસ્ક્રીપ્શનની જરૂરીયાત રહેશે નહી.

ગુજરાતમાં જીવલેણ કોરોના વાઈરસનુ (Corona Virus) સંક્રમણ ફેલાતું અટકવાનું નામ નથી લઈ રહ્યું. રાજ્યમાં દિન-પ્રતિદિન કોરોના સંક્રમિતોની (Corona Cases) સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં કોરોનાને કાબુમાં કરવા માટે ટેસ્ટિંગની (Corona Testing In India) સંખ્યા પણ વધારવામાં આવી રહી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 69,735 લોકોના કોરોના ટેસ્ટ (Corona Test) કરવામાં આવ્યાં છે.  (Corona Testing In India)

ગુજરાતમાં અત્યાર સુધી 80,33,388 લોકોના કોરોના ટેસ્ટ (Corona Testing In India) કરવામાં આવી ચૂક્યાં છે. ગુજરાતથી સૌથી વધુ કોરોના ટેસ્ટ ઉત્તર પ્રદેશ, બિહાર, તમિલનાડુ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં થઈ ચૂક્યાં છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9