Gujarat Exclusive > દેશ-વિદેશ > કોરોનાની બીજી લહેર વૃદ્ધો કરતા યુવાઓ પર પડી રહી છે ભારી

કોરોનાની બીજી લહેર વૃદ્ધો કરતા યુવાઓ પર પડી રહી છે ભારી

0
56

કોરોનાના લક્ષણો પણ બદલાયા, બધા દર્દીને તાવ આવે એ જરુરી નથી

નવી દિલ્હીઃ કોરોનાની બીજી લહેર વૃદ્ધો કરતા યુવાઓ પર વધુ ભારે (Corona target youth)પડી રહી છે. મહામારીનો વાઇરસ ઝડપથી ફેલાવવાની સાથે તેના લક્ષણોમાં પણ ફેર પડ્યો છે. એવા દર્દીઓ પણ આવી રહ્યા છે, જેમને તાવ કે શર્દી ઉધરસ નથી છતાં તેઓ સંક્રમિત છે. દિલ્હીના મુખ્યમંત્રીએ પણ કહ્યું હતું કે રાજધાનીમાં 65 ટકા દર્દી 45 વર્ષથી નીચેના છે.

આ પણ વાંચોઃ કોરોના સકંજો કસાતા ગૃહમંત્રી અમિત શાહે રાજ્યોને આપી લોકડાઉનની આડકતરી મંજૂરી

મો સૂકાઇ રહ્યું છે, ગેસ, ઉબકા, ઉલટીની ફરિયાદ વધી

આ જેનેસ્ટિ્રમગ્સ ડાયનોગ્સ્ટિક સેન્ટરની ફાઉન્ડર ડિરેક્ટર ડો. ગૌરી અગ્રવાલનું કહેવું છે કે વૃદ્ધોની તુલનામાં યુવાઓ (Corona target youth)વધુ સંક્રમિત થઇ રહ્યા છે. એક ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે આ વખતે કોરોનાના લક્ષણ જુદા છે. ઘણા લોકોને મો સૂકાઇ જવાની ફરિયાદ છે. ઘણાને ગેસની, ઉબકા, ઉલટી, આંખો લાલ થવાની અને માથું દુઃખવાની સમસ્યા છે. આ વખતે બધા દર્દીઓને તાવ આવ્યો હોય એવું નથી.

કોરોનાના ડરને કારણે ટેસ્ટિંગ વધી રહ્યું છે. લોકો સામેથી કોલ કરી રહ્યા છે. જેના કારણે પરિસ્થિતિ થોડી નિરંકૂશ થઇ રહી છે. તેમણે કહ્યું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે મશીનોની સમસ્યા નથી. પણ 24 કલાકમાં ICMR એન્ટ્રી કરવા અંગે છે.

24 કલાકમાં 2,61,500 નવા કેસ

નોંધનીય છે કે દેશમાં ગઇ કાલે 24 કલાકમાં કોરોનાના 2,61,500 સરકારી નવા કેસ નોંધાયા. સાથે કુલ સંક્રમિતો વધીને 1,47,88,109 થઇ ગયા છે. કેન્દ્રીય મંત્રાલયના આંકડા મુજબ સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા 18 લાખને પાર પહોંચી ગઇ છે.

બીજી બાજુ વૈજ્ઞાનિકોનું રિસર્ચ કહે છે કે, બીજી લહેર પહેલા કરતાં લાંબી હોઈ શકે છે. સામાન્ય ફ્લૂની જેમ દરેક ફ્લૂ સિઝનમાં કોરોનાની નવી લહેરનો સામનો કરવો પડી શકે છે. Covid-19 Virus Variants

સાયન્સ ડાયરેક્ટ જર્નલમાં પ્રકાશિત એક રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે. આ રિસર્ચ પોસ્ટ ગ્રેજ્યુએટ ઈન્સ્ટીટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ ચંદીગઢ અને પંજાબ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ કર્યો છે. જેમાં 1857 થી લઈને 2015 વચ્ચે ફ્લૂ જેવી બીમારીઓના આંકડાના વિશ્લેષણને આધાર બનાવવામાં આવ્યો છે. Corona target youth

આ પણ વાંચોઃ દર વર્ષે આ બે મહિનામાં કાળ બનશે કોરોના! હજુ લાંબી ચાલશે મહામારી

કોરોના હવે પીછો નહીં નહીં છોડેઃ નિષ્ણાતો

રિસર્ચમાં કેહવામાં આવ્યું છે કે, પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં જે પ્રકારે સિઝન શરૂ થવા પર ફ્લૂ જેવી બીમારી ઝડપથી ફેલાય છે, તેવી જ રીતે કોરોના પણ ફેલાઈ શકે છે અને સિઝન પૂરી થતા નબળી પડી શકે છે. જો કે આવું વારંવાર થશે. આગામી સિઝનમાં પણ તેનું પુનરાવર્તન થશે. ફ્લૂનો આ કાળ ઓક્ટોબરથી શરૂ થાય છે અને મે મહિના સુધી ચાલે છે.  

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat