Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > કોંગ્રેસના કોરોનાગ્રસ્ત નેતા અહેમદ પટેલને ભરતસિંહની જેમ ઓળખવા મુશ્કેલ

કોંગ્રેસના કોરોનાગ્રસ્ત નેતા અહેમદ પટેલને ભરતસિંહની જેમ ઓળખવા મુશ્કેલ

0
284
  • બીમાર અહેમદ પટેલને ફેફસામાં ઇન્ફેક્શન, 1 ઓક્ટોબરે ટ્વીટ કરી હતી
  • ગુજરાત કોંગ્રેસના રાજ્યસભા સાંસદ દિલ્હીની મેદાંતા હોસ્પિટલમાં સારવાર હેઠળ

નવી દિલ્હીઃ કોંગ્રેસના કોરોનાગ્રસ્ત નેતા અહેમદ પટેલ (Sick Ahmed Patel)ને ભરતસિંહ સોલંકીની જેમ ઓળખવા મુશ્કેલ છે. ગુજરાત કોંગ્રેસના રાજ્યસભા સાંસદ દિલ્હીની મેદાંતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

કોંગ્રેસના પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ 101 દિવસની કોરોના સારવાર બાદ જે દિવસે હોસ્પિટલમાંથી રિલીઝ થયા, તેજ દિવસે અહેમદ પટેલ કોરોનામાં પટકાયા હતા.

હોસ્પિટલનો સ્ટાફ હાથ પકડીને અહેમદ પટેલને લઇ જઇ રહ્યો છે

હોસ્પિટલ સ્ટાફનું કહેવું છે કે અહેમદ પટેલ (Sick Ahmed Patel)ની સ્થિતિ સુધારા પર છે. પરંતુ મેદાંતા હોસ્પિટલનો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં તેમની સ્થિતિ ચિંતાજનક દેખાતી હતી.

અગાઉ જેમ કોંગ્રેસી નેતા હિંમતસિંહ પટેલ કોરોનામાં બેહાલ થઇ ગયા હતા. કંઇક તેવી જ સ્થિતિ અહેમદ પટેલની છે. જેમને ઓળખવા મુશ્કેલ છે. હોસ્પિટલના કર્મચારી ઓક્સિજન સિલિન્ડર સાથે તેમને હાથ પકડી કોરિજડોરમાં લઇ જતા વીડિયોમાં દેખાય છે.

આ પણ વાંચોઃ Pfizerનો હવે કોરોના વેક્સિન 95 ટકા અસરકારક હોવાનો દાવો, ટૂંક સમયમાં મંજૂરી માટે કરશે અરજી

1 ઓક્ટોબરે ભરતસિંહ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પટેલ દાખલ

અહેમદ પટેલે 1 ઓક્ટોબરના રોજ ટ્વીટર પર પોતે કોરોના પોઝિટિવ થયા હોવાની માહિતી આપી હતી. સાથે જ પોતાના સંપર્કમાં આવેલા લોકોને આઇસોલેટ થવાની સલાહ પણ આપી હતી.

અહેમદ પટેલ (Sick Ahmed Patel)કોરોનાગ્રસ્ત બન્યા બાદ તેમની તબિયત નાદુરસ્ત થઈ છે. તેમને શરદી અને ફેફસાંમાં કફની તકલીફને પગલે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. કોરોનાની સારવાર બાદ દિલ્હી સ્થિત નિવાસ સ્થાને આરામમાં હતા.

પરંતુ તેમની તબિયત બગડતા ગત શનિવારે સવારે ફરી તેમને દિલ્હીના મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ગુજરાત કોંગ્રેસમા નેતાઓએ અહેમદ પટેલની તબિયતની પૃચ્છા કરી હતી.

કોંગ્રેસના રાષ્ટ્રીય કોષાધ્યક્ષ અને સાંસદ અહેમદ પટેલ (Sick Ahmed Patel)ને કોરોના થયો હતો, તેવું રાજકીય સૂત્રોનું કહેવું છે. સૂત્રોના કહ્યા પ્રમાણે કોરોનામાંથી બહાર આવી ગયા પછી તેમની તબિયતમાં થોડા કોમ્પ્લિકેશન થયા હતા.

જેને કારણે તેમની તબિયત એકાએક લથડતા તેમને દિલ્હીની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવા પડયા છે, જ્યાં તેમને વેન્ટિલેટર પર લેવા પડયા છે. તેમની તબિયત લથડતા ગુજરાતમાંથી પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા અને ગૌરવ પંડયા દિલ્હી દોડ્યા હતા. સાંસદ શકિતસિંહ ગોહિલ પણ હોસ્પિટલ દોડ્યા હતા.

આ પણ વાંચોઃ દિલ્હીમાં કોરોના કેરઃ માસ્ક નહીં પહેરવા પર લાગશે રુ. 2000નો દંડ

ડોક્ટરોની ટીમ સતત સારવાર આપી રહી છે

એહમદ પટેલ (Sick Ahmed Patel)ને ફેફસાંમાં ઇન્ફેક્શન થયું છે. દિલ્હીના ખાનગી હોસ્પિટલના ડોક્ટરોની ટીમ એહમદ પટેલને સતત સારવાર આપી રહી છે. કોંગ્રેસના નેતા અર્જુન મોઠવાડિયા, અમિત ચાવડા, પરેશ ધાનાણી અને હાર્દિક પટેલ સહિતના નેતાઓએ ખબર અંતર પૂછ્યા છે.

આ મામલે ગુજરાત કોંગ્રેસે જણાવ્યું છે કે, હાલ એહમદ પટેલની તબિયત સ્થિર છે અને સારવાર ચાલી રહી છે.

ગુજરાતના પૂર્વ ઉપમુખ્યમંત્રીના PM મોદીએ ખબર અતંર પૂછ્યા

ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નરહરિ અમીન અને તેમનાં પત્ની નીતાબેન અમીનના કોરોના સંક્રમિત થયા છે. તેમના સમાચાર સાંભળીને વડાપ્રધાન મોદીએ બન્ને સાથે ટેલિફોનિક વાત કરીને ખબર અંતર પૂછ્યા હતા અને જલ્દીથી સ્વસ્થ થવાની શુભકામના પાઠવી હતી.

ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ગુસ્વામિનારાયણ સંપ્રદાયના સંતો, ધાર્મિક સંસ્થાઓ તેમજ અન્ય અનેક લોકોએ તેમને જલ્દીથી સ્વસ્થ થવાની શુભકામનાઓ પાઠવી હતી.

આ પણ વાંચોઃ દિલ્હી: લગ્ન સમારંભમાં માત્ર 50 લોકો સામેલ થઇ શકશે, કેજરીવાલના પ્રસ્તાવને LGની મંજૂરી

અમીન દંપતીને યુએન મહેતામાં ખસેડાયા Sick Ahmed Patel news

બીજી બાજુ ગુજરાતના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી તથા ભાજપના રાજ્યસભાના સાંસદ નરહરિ અમીન અને તેમનાં પત્નીને કોરોના પોઝિટિવ આવતાં અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરાયા છે.

ઉપરાષ્ટ્રપતિ અને તેમનાં પત્ની પણ પોઝિટિવ

આ પહેલા મંગળવારે ભારતના ઉપરાષ્ટ્રપતિ એમ વૈંકેયા નાયડુનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેઓએ ખુદ ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. તેમના પત્ની ઉષા નાયડુનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. Sick Ahmed Patel news

રિપોર્ટ આવ્યા બાદ વૈંકેયા નાયડુ હોમ ક્વોરેન્ટાઈન થયા હતા. ઉલ્લેખનીય છે કે, ભારતમાં કોરોનાના અત્યાર સુધી 6312854 લોકો સંક્રમિત થયા છે. તો મરનારાઓનો આંકડો 98,708 પર પહોંચી ગયો છે. તેમાં 5273201 લોકો સારવાર બાદ રિકવર થયા છે.