Gujarat Exclusive > દેશ-વિદેશ > હિમાચલ પ્રદેશના એક ગામમાં બધાને થયો કોરોના, ધાર્મિક કાર્યક્રમથી ફેલાયો COVID

હિમાચલ પ્રદેશના એક ગામમાં બધાને થયો કોરોના, ધાર્મિક કાર્યક્રમથી ફેલાયો COVID

0
118
  • હિમાચલ પ્રદેશના થોરાંગ ગામમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન

  • ગામમાં દરેક વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ Corona Spread in a Village

  • ધાર્મિક કાર્યક્રમથી ફેલાયો કોરોના

શિમલા: હિમાચલ પ્રદેશના લાહૌલ સ્પીતિ સ્થિત થોરાંગ ગામમાં કોરોના વાયરસની કોમ્યુનિટી ટ્રાન્સમિશનનો કેસ સામે આવ્યો છે. આ ગામના દરેક વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જોકે, એક 52 વર્ષનો વ્યક્તિ બચી ગયો છે. હિમાચલમાં લાહૌલ સ્પીતિ કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત છે. આ ગામમાં સંક્રમણ ફેલાવવાનું કારણ કેટલાક દિવસ પહેલા યોજાયેલો એક ધાર્મિક કાર્યક્રમ છે. Corona Spread in a Village

રિપોર્ટ અનુસાર, થોરાંગ ગામમાં મોટી સંખ્યામાં લોકોના સંક્રમિત થયા બાદ આસપાસના ગામમાં પણ લોકોમાં કોરોનાનો ડર જોવા મળ્યો છે. તંત્રએ રોહતાંગ ટનલના ઉત્તરી ભાગમાં સ્થિત તેલિંગ નુલ્લાહ પર પ્રવાસન સાથે જોડાયેલી અવર જવર બંધ કરી દીધી છે, કારણ કે રોહતાંગ ટનલની આગળ તમામ ગામ હવે કંટેનમેન્ટ ઝોનમાં બદલાઇ ગયા છે. Corona Spread in a Village

આખા ગામમાં કોરોનાથી પ્રભાવિત થયા છતા 52 વર્ષના ભૂષણ ઠાકુરનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. હવે તેમનું કહેવુ છે કે તે અલગ રૂમમાં રહે છે અને ગત ચાર દિવસથી પોતાનું ભોજન ખુદ બનાવી રહ્યા છે, તેમણે જણાવ્યુ કે ટેસ્ટના પરિણામ આવ્યા પહેલા તે પોતાના પરિવારજનો સાથે જ હતા. જોકે, માસ્ક પહેરવા, સેનિટાઇઝેશન અને સોશિયલ ડિસ્ટસિંગ જેવા નિયમોનું પાલન કરીને તે સાવચેત રહ્યા હતા. ભૂષણના પરિવારના પાંચ સભ્યોને પણ કોરોના થયો છે અને તેમનું કહેવુ છે કે કોઇ પણ આ સમસ્યાને નબળી ના સમજે. Corona Spread in a Village

આ પણ વાંચો: અમદાવાદમાં કરફ્યુનો કડક અમલ શરૂ, શહેરભરમાં છવાયો સન્નાટો

મહત્વપૂર્ણ છે કે હિમાચલ પ્રદેશમાં અત્યાર સુધી કોરોનાના 32 હજારથી વધુ કેસ સામે આવ્યા છે. જેમાંથી 7 હજાર એક્ટિવ કેસ છે. આ મહામારીને કારણે હિમાચલમાં 491 લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. મંડી અને શિમલા કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રહ્યા છે, અહી 5 હજારથી વધુ કેસ પહોચી ગયા છએ. બીજી તરફ અત્યાર સુધી કોરોનાથી સુરક્ષિત ગણાતા લાહૌલ સ્પીતિમાં શુક્રવારે 49 નવા કેસ સામે આવવાની સાથે જ સંક્રમિતોની સંખ્યા 939 પહોચી ગઇ છે જેમાંથી 5 લોકોના મોત થયા છે. Coron

a Spread in a Village