Gujarat Exclusive > દેશ-વિદેશ > કોરોનાની સારવાર બાદ જોવા મળી રહી છે આ આડઅસર, રિસર્ચમાં આવ્યું સામે

કોરોનાની સારવાર બાદ જોવા મળી રહી છે આ આડઅસર, રિસર્ચમાં આવ્યું સામે

0
243

(Research On Corona ) નવી દિલ્હી: કોરોના વાઈરસે (Corona Virus) સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રાખ્યો છો અને અત્યાર સુધી તે લાખો લોકોને ભરખી ચૂક્યો છે. જો કે કરોડ લોકો આ મહામારી (Corona Pandemic) સામે જંગ જીતીને સ્વસ્થ પણ થઈ ચૂક્યાં છે. જો કે હવે આવા લોકોમાં આ બીમારીની સાઈડ ઈફેક્ટ (Corona Side Effects) પણ જોવા મળી રહી છે.

દક્ષિણ કોરિયામાં એક પ્રાથમિક રિસર્ચ પ્રમાણે, 10 કોરોના વાઈરસથી સંક્રમિતોમાંથી 9 જણાને બીમારીમાંથી સ્વસ્થ થયા બાદ થાક લાગવો, માનસિક તાણ, ગંધ અને સ્વાદનો અનુભવ ના થવા જેવી આડઅસરો જોવા મળી રહી છે.

965 કોરોના વાઈરસથી સંક્રમિત દર્દી (Corona Patients)ઓના એક ઑનલાઈન સર્વેમાં 879 લોકો એટલે કે 91.1% લોકોએ જવાબ આપ્યો હતો કે, તેઓ બીમારીમાંથી ઉગર્યા બાદ ઓછામાં ઓછી એક સાઈડ ઈફેક્ટથી પીડિત હતા. કોરિયાની રોગ નિયંત્રણ એજન્સીના અધિકારી ક્વોન જૂન વુક (Kwon Jun Wook)એ એક પ્રેસ બ્રીફિંગ દરમિયાન આ જાણકારી આપી હતી.

આ પણ વાંચો: PM મોદી માટે ખાસ વિમાન એર ઇન્ડિયા વન દિલ્હી પહોંચ્યું, કિંમત જાણી ચોંકી જશો

ક્વોને જણાવ્યું કે, 26.2 ટકા એવા લોકોમાં થાક લાગવો સૌથી સામાન્ય આડઅસર હતી. જે બાદ બીજા નંબર પર લોકોને એકાગ્રતા કેળવવામાં તકલીફ થઈ રહી છે. 24.6 ટકા લોકોએ જણાવ્યું કે, તેઓ કોઈ પણ એક ચીજ પર પોતાનું ધ્યાન કેન્દ્રીય નથી કરી શકતા.

અન્ય સાઈડ ઈફેક્ટમાં સ્વાદ અને ગંધ ગુમાવવાનો પણ સમાવેશ થાય છે. ક્વોને કહ્યું કે, કિમ શિન-વૂ ક્યૂંગપૂક નેશનલ યુનિવર્સિટી સ્કૂલ ઑફ મેડિસિનના પ્રોફેસરે દક્ષિણ કોરિયામાં 5762 કોરોના દર્દીઓનો અભિપ્રાય માંગ્યો હતો. જેમાંથી 16.7 ટકા લોકોએ તેમાં ભાગ લીધો હતો.

તેમણે જણાવ્યું કે, આ તમામ સર્વે ઑનલાઈન (Online Survey On Corona) કરવામાં આવ્યો હતો અને મુખ્ય રિસર્ચરો જલ્દી વિગતવાર વિશ્લેષણ સાથે રિસર્ચ રિપોર્ટ પ્રકાશિત કરશે. દક્ષિણ કોરિયામાં અત્યાર સુધી કુલ 23,699 પોઝિટિવ કેસ સામે આવી ચૂક્યાં છે. કોરોના મહામારીના કારણે ત્યાં અત્યાર સુધી 407 લોકો મોતને ભેટ્યાં છે.

.