Gujarat Exclusive > આપણી જરૂરિયાત > સ્વાસ્થ્ય-શિક્ષા > સીરમની કોવિશીલ્ડ રસી સરકારને રૂ.200માં તો, ઓપન માર્કેટમાં કિંમત કેટલી?

સીરમની કોવિશીલ્ડ રસી સરકારને રૂ.200માં તો, ઓપન માર્કેટમાં કિંમત કેટલી?

0
163

રસી બનાવનારા સીરમના માલિકે કહ્યું- બજારમાં કોવિશીલ્ડ 5 ગણી કિંમતે મળશે

નવી દિલ્હીઃ કોરોના મહામારીને નાથવા તેની રસી ગુજરાતમાં પણ આવી ગઇ છે. સીરમની આ રસી કોવિશીલ્ડ (serum covishield vaccine) નો એક ડોઝ સરકારને 200 રૂપિયામાં મળ્યો છે. પરંતુ તેની બજાર કિંમત 5 ગણી વધુ છે.

વિશ્વની સૌથી મોટી વેક્સિન ઉત્પાદક કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટના CEO અને માલિક અદાર પૂનાવાલાએ મહારાષ્ટ્રના પૂણેની પોતાની ફેકટરીથી કોવિશીલ્ડ (serum covishield vaccine) રસી પૂરી પાડવાની ક્ષણને ઐતિહાસિક ગણાવી.

પૂનાવાલાએ કહ્યું કે તેઓ કોરોના મહામારી સામે લડવા માટે ભારત સરકારની મદદ કરવા માંગે છે. તેથી સરકારને અપાયેલી રસીમાં લાભ નહીં કમાવવાનો નિર્ણય લીધો છે.

આ પણ વાંચોઃ Covishield વેક્સીનની First તસવીર, ગુજરાતમાં આવ્યો પ્રથમ જથ્થો

10 કરોડ serum covishield vaccine નહીં નફો નહીં નુકસાનના ધોરણે

અદાર પૂનાવાલાએ જણાવ્યું કે તેમની કંપનીએ ભારત સરકારને વેક્સિનનો 10 કરોડનો પ્રથમ જથ્થો નહીં નફો નહીં નુકસાનના આધારે એટલે કે ઉત્પાદક કોસ્ટ પર આપ્યો છે.

નોંધનીય છે કે મંગળવારથી ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકા (Oxford University and AstraZeneca)ની કોરોના રસી કોવિશીલ્ડ (serum covishield vaccine)ની સપ્લાય શરૂ થઇ ગઇ છે.

ઉત્પાદક કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા ((SII)એ 10 કરોડ ડોઝના પ્રથમ જથ્થાની કિંમત પ્રતિ ડોઝ 200 રૂપિયા નક્કી કરી છે. પરંતુ ખાનગીમાં ઓપન માર્કેટમાં તેની કિંમત 1000 રૂપિયા પ્રતિ ડોઝ રાખવામાં આવશે.

10 કરોડ બાદ સરકાર પાસેથી પણ વધુ ભાવ લેશે serum covishield vaccine news

અદાર પૂનાવાલએ સ્પષ્ટ કર્યું કે કોરોના મહામારીને નાથવામાં તેઓ ભારત સરકારની મદદ કરવા માગે છે. તેથી માત્ર સરકારને જ 200 રૂપિયાના ભાવે 10 કરોડ(serum covishield vaccine) ડોઝ આપશે. જો કોઇ બજારમાં કોવિશીલ્ડ ખરીદવા જશે તો તેને તે રૂપિયા 1000માં પડશે.

આ પણ વાંચોઃ બજેટ પર પણ પડી શકે છે કોરોનાની માર, કોવિડ સેસ લગાવવાની તૈયારીમાં સરકાર

સરકાર માટે રસીની કિંમત કેમ ઓછી રાખી?

સરકાર માટે રસીની કિંમત ઓછી રાખવા અંગે પૂનાવાલાએ જણાવ્યું કે,

” અમે સરકારના આગ્રહ પર પ્રથમ 10 કરોડ ડોઝની કિંમત 200 રૂપિયા રાખી છે. કારણ કે અમે પણ આમ આદમી, પછાત વર્ગ, ગરીબો, આરોગ્યકર્મીઓની મદદ કરવા માંગીએ છીએ. ત્યાર બાદ તેને ઓપન બજારમાં રૂપિયા 1000માં વેચીશું.”

અદાર પૂનાવાલાએ વધુમાં જણાવ્યું કે,

” ભારત સરકારને અમે આગળ પણ રસી (serum covishield vaccine) આપીશું,પરંતુ તેની કિંમત 200 રૂપિયા નહીં હોય. તેનાથી વધુ હશે. હાલ અમે લાભ નહીં કમાવવાનો નિર્ણય લીધો છે. તેથી અમે પ્રથમ 10 કરોડ ડોઝથી સરકારની મદદ કરવા માગીએ છીએ.”

આ પણ વાંચોઃ વંશવાદના ઝેરને રોકવા માટે યુવા રાજકારણમાં આવે- PM મોદી

દર રોજ 7-8 કરોડ ડોઝ તૈયાર

અદાર પૂનાવાલાએ જણાવ્યું કે સિરમની ફેકટરીમાં દર રોજ રસી(serum covishield vaccine) ના 7થી 8 કરોડ ડોઝ તૈયાર થઇ રહ્યા છે. વિદેશોમાંથી માગ થઇ રહી છે. પરંતુ ભારત અને વિદેશોમાં કેટલા ડોઝ આપવા તેની યોજના તૈયાર થઇ રહી છે.

આરોગ્યમંત્રાલયે સપ્લાય-સ્ટોરેજની કરી વ્યવસ્થા કરી છે. તેમ જણાવતા પૂનાવાલાએ ઉમેર્યુ કે અમે પણ ટ્રકો, વાન અને કોલ્ડ સ્ટોરેજ માટે ખાનગી કંપનીઓ સાથે ભાગીદારી કરી છે.

વિદેશોમાંથી પણ કોવિશીલ્ડ રસીની માંગ

પૂનાવાલાએ જણાવ્યું કે,

“વિશ્વભરના ઘણા દેશો ભારત અને વડાપ્રધઆન કાર્યાલય (PMO)થી કોવિશીલ્ડ(serum covishield vaccine) ની માગ કરી રહ્યા છે. અમે બધાને ખુશ રાખવા માગીએ છીએ. અમારે આપાણા લોકો અઅને દેશની દેખરેખ રાખવી છે. અમે આફ્રિકા અને દક્ષિણ અમેરિકાને વેક્સિન આપવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.”

આ પણ વાંચોઃ દેશમાં આજે 13 સ્થળોએ પહોંચશે કોવિશિલ્ડ COVID-19 રસીનો પ્રથમ જથ્થો

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9