Gujarat Exclusive > દેશ-વિદેશ > મહારાષ્ટ્ર-દિલ્હી બાદ હવે આ રાજ્યોએ વધારી ચિંતા, કોરોનાના કેસોમાં મોટો ઉછાળો

મહારાષ્ટ્ર-દિલ્હી બાદ હવે આ રાજ્યોએ વધારી ચિંતા, કોરોનાના કેસોમાં મોટો ઉછાળો

0
24

નવી દિલ્હી: દેશમાં કોરોના વાઈરસની બીજી લહેર હવે દિલ્હી અને મહારાષ્ટ્રથી નીકળીને અન્ય રાજ્યોમાં હાહાકાર મચાવતી જોવા મળી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે સોમવારે જાણકારી આપી છે કે, હવે દિલ્હી, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં કોરોનાના પોઝિટિવ કેસોમાં કમી આવી રહી છે. બીજી તરફ હરિયાણા અને હિમાચલ પ્રદેશ સહિત અન્ય કેટલાક રાજ્યોએ સરકારની ચિંતા વધારી દીધી છે. Corona Second Wave

સ્વાસ્થ્ય સચિવે જણાવ્યું કે, દેશમાં સૌથી વધુ કોરોનાથી પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્રના 12 જિલ્લાઓમાં સંક્રમણનો ગ્રાફ નીચે ઉતર્યો છે. આ સાથે જ છત્તીસગઢ, દિલ્હી, ગુજરાત, ઝારખંડ, લદ્દાખ, લક્ષદ્વિપ, મધ્ય પ્રદેશ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, દમણ અને દીવમાં રોજ નોંધાતા કેસોમાં કમી જોવા મળી રહી છે. એટલે કે, અહીં કોરોનાની લહેર મંદ પડી રહી છે.

આ પણ વાંચો:  ગુજરાતની છ મનપાની ચૂંટણીમાં માત્ર 12 વોર્ડમાં જ કોવિડ ગાઇડલાઇનના અમલ માટે ખર્ચ થયો Corona Second Wave

લવ અગ્રવાલના જણાવ્યા મુજબ, મહારાષ્ટ્રના 12 જિલ્લાઓ જેમાં ઓરંગાબાદ, ધૂલે, ભંડારા, ગોંડિયા, જલગાંવ, લાતૂર, મુંબઈ, નાંદેડ, નંદુરબાર, ઠાણે અને વાશિમમાં કોરોનાના કેસો ઘટી રહ્યાં છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, એક તરફ જ્યાં કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસોમાં કમી જોવા મળી રહી છે, ત્યાં બીજી તરફ અન્ય કેટલાક રાજ્યોમાં પ્રતિદિન નોંધાતા કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. બિહાર, અસમ, આંદામાન, આંધ્ર પ્રદેશ, ગોવા, ચંદીગઢ, હરિયાણા, અરુણાચલ પ્રદેશ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, કર્ણાટક, કેરળ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, ઓડિશા, પોંડિચેરી, રાજસ્થાન, સિક્કિમ, તમિલનાડુ, ત્રિપુરા અને પશ્ચિમ બંગાળમાં નવા કેસો ઝડપથી વધી રહ્યાં છે.

સંયુક્ત સચિવના જણાવ્યા મુજબ, રિકવરી રેટમાં પણ વધારો થઈ રહ્યો છે. બીજી મેના રોજ 78 ટકા રિકવરી રેટ હતો. જે 3 મેના રોજ 82 ટકા સુધી પહોંચી ગયો છે. આ સફળતાની શરૂઆત છે, પરંતુ સતર્કતામાં કોઈ બાંધછોડ કરવામાં આવશે, તો બાજી પલટી શકે છે. Corona Second Wave

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat