Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અન્ય રાજ્યમાંથી અમદાવાદમાં પ્રવેશ કરનાર માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત

અન્ય રાજ્યમાંથી અમદાવાદમાં પ્રવેશ કરનાર માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત

0
37

અમદાવાદ: હાઇકોર્ટની ટકોર બાદ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અન્ય રાજયમાંથી શહેરમાં પ્રવેશનાર માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે. શહેરમાં પ્રવેશનાર કોઈ પણ વ્યક્તિએ છેલ્લા 72 કલાકનો RT-PCR ટેસ્ટ કરાવેલ હોવો જોઈએ અને તે નેગેટિવ હશે, તો જ તેને જ શહેરમાં પ્રવેશ મળશે.

કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. આ સંક્રમણ અટકાવવા માટે રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો હતો આ પરિપત્ર અનુસાર, અન્ય રાજ્યમાંથી અમદાવાદ શહેરમાં પ્રવેશ ઇચ્છુક તમામ વ્યક્તિઓ એ છેલ્લા 72 કલાકમાં RT-PCR કરાવેલ હોવો જોઈએ અને તે નેગેટિવ હોય તેને જ પ્રવેશ મળવાપાત્ર થશે અને અન્ય રાજ્યમાંથી અમદાવાદમાં પ્રવેશ માટે આવતા તમામ વ્યક્તિઓનું સ્ક્રીનીંગ પણ ફરજિયાત પણે કરવાનું રહેશે.

જેના અનુસંધાને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 5 એપ્રિલના રોજ શહેરના રહેવાસી શહેરમાં પરત આવતા સમયે RT-PCR ટેસ્ટ કરાવવાનું રહેશે નહીં તે મુજબનો નિર્ણય સરકારના ઉચ્ચ અધિકારીઓના પરામર્શમાં રહીને કરવામાં આવેલ છે.

આજે હાઇકોર્ટ દ્વારા આ મુદ્દા પર ચર્ચા કરવામાં આવેલ તેમજ આ મુદ્દે હાઇકોર્ટ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની ઝાટકણી પણ કાઢતા કહેવામાં આવ્યું હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સરકાર થી અલગ છે? તો એમને આ નિયમ લાગુ પડતો નથી.

જેથી હાઇકોર્ટ ની ટકોર બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 5 એપ્રિલના રોજ જાહેર કરવામાં આવેલ નિયમને રદબાતલ કરવામાં આવ્યો છે. જેથી હવે 27 માર્ચ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ પરિપત્ર લાગુ પડશે. જેથીઅન્ય રાજ્યમાંથી અમદાવાદમાં પ્રવેશ કરનાર દરેક વ્યક્તિએ 72 કલાક પહેલા નો RT PCR ટેસ્ટ કરાવવાનો રહેશે તેમજ નેગેટિવ રિપોર્ટ બતાવવાનો રહેશે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat