Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > સુરતમાં નબળો પડી રહ્યો છે કોરોના, રિકવરી રેટ વધતા હોસ્પિટલોમાં સ્થિતિ સુધરી

સુરતમાં નબળો પડી રહ્યો છે કોરોના, રિકવરી રેટ વધતા હોસ્પિટલોમાં સ્થિતિ સુધરી

0
43

સુરત: ગુજરાતના ‘ડાયમંડ સિટી’ તરીકે ઓળખાતા સુરત શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્ર્મણ યથાવત છે, જોકે છેલ્લા 3 થી 4 દિવસમાં સ્થિતિ આંશિક સુધરી હોય તેવું દેખાઈ રહ્યું છે. જેમાં એકતરફ પોઝિટિવ કેસોની સંખ્યા ઘટી છે, તો બીજી તરફ રિકવરી રેટ પણ વધ્યો છે. Corona Recovery Rate

જો આંકડા પર નજર નાખવામાં આવે તો, 4 મેના રોજ સુરત શહેરમાં 1,214 અને જિલ્લામાં 360 કેસ નોંધાયા હતાં. જ્યારે એજ દિવસે શહેરમાંથી 2,165 અને જિલ્લામાંથી 418 મળીને કુલ 2,583 દર્દીઓ સારવાર બાદ ડિસ્ચાર્જ થતાં કુલ સ્વસ્થ થનાર દર્દીઓની સંખ્યા 1,02,207 પર પહોંચી ગઈ છે. જ્યારે સુરત શહેરમાં 8 અને જિલ્લામાં 2 મળીને કુલ 10 કોરોના સંક્રમિત દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. સુરત શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક 1,821 થઈ ગયો છે. મંગળવારે શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 18,366 થઈ ગઈ છે.

સુરત શહેર-જિલ્લામાં કોરોનાને માત આપી સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યા 1,02,207 થઈ ગઈ છે. નવા કેસ કરતા સ્વસ્થ થનારાની સંખ્યા સતત વધતા સાજા થનારની સંખ્યા એક લાખને પાર પહોંચી છે. કોરોનાથી સાજા થવાનો રિકવરી રેટ પણ છેલ્લા 10 દિવસમાં 77.5 ટકાથી વધીને 83.4 ટકા થયો છે.

સુરત શહેરના આંકડાઓ પર નજર નાખીએ તો 11 એપ્રિલે રિકવરી રેટ 92.3 ટકા હતો. જો કે 24 એપ્રિલ સુધીમાં 77.5 ટકા થઇ ગયો હતો. જે હવે ફરી 83.22 ટાકા થયો છે.

આ પણ વાંચો:  ‘ઑક્સિજનના અભાવે દર્દીઓના મોત ગુનાહિત કૃત્ય, નરસંહારથી ઉતરતુ ના કહેવાય’ Corona Recovery Rate

► નવી સિવિલ હોસ્પિટલમાં કોવિડ-૧૯ની હાલની સ્થિતિ
→ હોસ્પિટલમાં કુલ ૫૯૮ દર્દીઓ સારવાર હેઠળ જે પૈકી ૪૭૪ પોઝીટીવ દર્દીઓ, ૫૦ શંકાસ્પદ દર્દીઓ, તથા ૭૪ નેગેટીવ દર્દીઓ છે.
→ આ ૪૭૪ પોઝીટીવ દર્દીઓ પૈકી ૨૨૫ બાયપેપ, ૨૬ ઇન્વેઝીવ વેરીયન્ટ, ૧૭૭ ઓકિસજન પર અને અન્ય ૪૬ દર્દીઓ નોર્મલ એર રૂમ પર સારવાર લઈ રહ્યા છે.
→ ૫૦ શંકાસ્પદ દર્દીઓ પૈકી ૩૪ દર્દીઓ વેન્ટિલેટર/બાયપેપ પર ૧૬ ઓકિસજન પર તથા ૭૪ નેગેટિવ દર્દીઓ પૈકી ૩૦ વેન્ટિલેટર/બાયપેપ તથા ૪૩ દર્દીઓ ઓકિસજન પર છે.
→ છેલ્લા ૨૪ કલાકમાં ૨૫ દર્દીઓ ડિસ્ચાર્જ, ૩૮ દર્દીઓને શીકટીગ જે પૈકી ૨૩ દર્દીઓને કોમ્યુનિટી આઈસોલેશન સેન્ટરોમાં અને ૧૫ દર્દીઓને ખાનગી હોસ્પિટલોમાં રીફર કરવામાં આવ્યા છે.
→ હેલ્પ ડેસ્ક:- ૨૬૩ ઓડિયો કોલ, ૨૦૨ વિડીયો કોલ, ૧૯૮ આઉટ સાઈટ કોલ કરવામાં આવ્યા. ૩૫૪ સ્વજનોને રૂબરૂમાં સ્થળ પર સમજણ અને માર્ગદર્શન આપવામાં આવ્યું.

► સ્મીમર હોસ્પિટલમાં કોવિડ-૧૯ની હાલની સ્થિતિ Corona Recovery Rate
→ હોસ્પિટલમાં કુલ 379 દર્દીઓ સારવાર હેઠળ જે પૈકી 287 પોઝીટીવ દર્દીઓ, 15 શંકાસ્પદ દર્દીઓ, તથા 77 નેગેટીવ દર્દીઓ છે.
→ 287 પોઝીટીવ દર્દીઓ પૈકી 31 વેન્ટીલેટર, 86 બાયપેપ , 160 ઓકિસજન પર અને અન્ય 10 દર્દીઓ નોર્મલ એર રૂમ પર સારવાર લઈ રહ્યા છે.
→ છેલ્લા ૨૪ કલાકમાં 12 દર્દીઓ ડિસ્ચાર્જ, અને 12 દર્દીઓને ખાનગી હોસ્પિટલોમાં રીફર કરવામાં આવ્યા.
→ હેલ્પ ડેસ્કઃ- 342 ઓડિયો કોલ, 379 વિડીયો કોલકરવામાં આવ્યા. 396 સ્વજનોને રૂબરૂમાં સ્થળ પર સમજણ અને માર્ગદર્શન આપવામાં આવ્યું.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat