Gujarat Exclusive > The Exclusive > કોરોના સામેના જંગમાં ભારતને મળી મોટી સફળતા, Recovery Rate 90%

કોરોના સામેના જંગમાં ભારતને મળી મોટી સફળતા, Recovery Rate 90%

0
42
  • દેશમાં  છેલ્લા 24 કલાકમાં 50,129 નવા કેસ નોંધાયા
  • કુલ દર્દી 78, 64,811 જ્યારે 70,78,123 સાજા પણ થયા
  • વધુ 578 સાથે દેશમાં કલ મૃત્યુઆંક 1,18,534  થયો

નવી દિલ્હીઃ કોરોના મહામારીને વિશ્વભરને બાનમાં લઇ રાખ્યો છે. ત્યારે ભારતને આમા મોટી સફળતા મળી છે. દેશમાં કોવિડ-19 રિકવરી રેટ (Recovery Rate) વધીને 90 ટકા થઇ ગયો છે. જે ભારત જેવા ગીચ વસતીવાળા દેશ માટે બહુ મોટી સિદ્ધિ છે.

આરોગ્ય મંત્રાલય દ્વારા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 50,129 નવા કેસ નોંધાયા. તેની સાથે કુલ દર્દીઓની સંખ્યા 78, 64,811 થઇ ગઇ. જ્યારે 578 લોકોનાં મોત થયા, તેમાંથી 80 ટકા મોત સૌથી વધુ અસરગ્રસ્ત 10 રાજ્યો કેન્દ્ર શાસિત પ્રદેશોમાં થયા.

મહારાષ્ટ્રમાં સૌથી વધુ 137 લોકોનાં મોત થયા. આ સાથે કુલ મૃત્યુઆંક 1,18,534 પર પહોંચ્યો છે.

આ પણ વાંચોઃ Covid-19 Update In India: દેશમાં કોરોનાના નવા કેસ ઘટ્યા, 24 કલાકમાં 50,129 દર્દી નોંધાયા

એક સપ્તાહથી રોજનો મૃત્યદર 1000થી નીચે Recovery Rate

ભારતમાં કુલ 70,78,123 કોરોના દર્દી સાજા  (Recovery Rate)થતા આ સંક્રમણથી રિકવરી મેળવવાનો દર 90 ટકા થઇ ગયો. સારી વાત એ છે કે દેશમાં છેલ્લા એક સપ્તાહથી દર રોજ 1000થી ઓછા દર્દીઓના કોરોનાથી મોત થઇ રહ્યા છે.

24 કલાકમાં 62,077 લોકો આ બીમારીથી સાજા થયા

ભારતમાં સતત કોરોનાના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થઇ રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રવિવારે કોવિડ-19 અંગે માહિતી આપી હતી. તે મુજબ છેલ્લા 24 કલાકમાં 62,077 લોકો આ બીમારીથી સાજા (Recovery Rate)થયા. જ્યારે આ ગાળામાં 50,129 નવા કેસો જણાયા.

આ સમયમાં સારવાર હેઠળના દર્દીઓની તુલનામાં સ્વસ્થ થયેલા દર્દીઓની સંખ્યા 64,09,969 વધુ છે.

દેશમાં છેલ્લા એક સપ્તાહથી સતત એક હજારથી ઓછા લોકોનાં કોરોનીથી મોત થઇ રહ્યા છે. મંત્રાલયે જણાવ્યું કે આ આંકડો 2 ઓક્ટોબરે નોંધાયેલા આંકડા 1100થી ઓછો છે. દેશમાં અત્યારે 6,68,154 દર્દીઓ સારવાર હેઠળ છે.

10 રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશો સૌથી વધુ અસરગ્રસ્ત

જે કુલ કેસોના 8.50 ટકા છે. નોંધનીય છે કે દેશના 10 રાજ્યો મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, દિલ્હી, આંધ્ર પ્રદેશ, આસામ, ઉત્તર પ્રદેશ અને છત્તીસગઢમાં કુલ સાજા થયેલા (Recovery Rate) કેસોમાંથી 75 ટકા કેસ નોંધાયા છે.

આ પણ વાંચોઃ જૂન-2021 સુધીમાં આવી જશે કોરોનાની સ્વદેશી વૅક્સીન, ભારત બાયોટેકનો દાવો

મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 10,000થી વધુ દર્દી સાજા થયા

દેશમાં સૌથી અસરગ્રસ્ત મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 10 હજારથી વધુ દર્દી સ્વસ્થ થયા. કેરળમાં સૌથી વધુ 8000થી વધુ કેસ નોંધાયા, જ્યારે મહારાષ્ટ્રમાં 6 હજારથી વધુ મામલા સામે આવ્યા.