Gujarat Exclusive > દેશ-વિદેશ > કોરોના સંક્રમિત રાષ્ટ્રપતિ ટ્રમ્પ વ્હાઈટ હાઉસ પરત ફર્યા, માસ્ક ઉતારીને કર્યું સેલ્યૂટ

કોરોના સંક્રમિત રાષ્ટ્રપતિ ટ્રમ્પ વ્હાઈટ હાઉસ પરત ફર્યા, માસ્ક ઉતારીને કર્યું સેલ્યૂટ

0
129
  • કોરોનાની સારવાર લઈ રહેલા ટ્રમ્પ વૉલ્ટર રીડ મિલિટ્રી હોસ્પિલમાંથી વ્હાઈટ હાઉસમાં

  • ટ્રમ્પ બોલ્યા- ‘જલ્દી ચૂંટણી પ્રચાર શરૂ કરીશ’

(Corona Positive Trump) વૉશિંગ્ટન: કોરોના વાઈરસથી (Corona Virus) સંક્રમિત અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને (US President Trump) વૉલ્ટર રીડ મેડિકલ સેન્ટરમાંથી રજા આપી દેવામાં આવી છે. અહીં તેઓ 4 દિવસથી Covid-19ની સારવાર (Corona Treatment) લઈ રહ્યાં હતા. અહીંથી ટ્રમ્પને વ્હાઈટ હાઉસમાં શિફ્ટ કરવામાં આવ્યાં છે.

હેલિકૉપ્ટરથી વ્હાઈટ હાઉસમાં પહોંચતાં ટ્રમ્પે (Corona Positive Trump) પોતાનું માસ્ક ઉતારી દીધું હતુ. હોસ્પિટલમાંથી નીકળ્યા પહેલા જ ટ્રમ્પે (Corona Positive Trump) ટ્વીટ કરીને કહ્યું હતું કે, જલ્દી ચૂંટણી પ્રચાર કરવા પરત ફરીશ.


અમેરિકામાં આગામી મહિનાની શરૂઆતમાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી થવા જઈ રહી છે. આથી ટ્રમ્પ જેમ બને તેમ જલ્દીચૂંટણી પ્રચારના અભિયાનમાં સામેલ થવા માંગે છે. હેલિકૉપ્ટર મરીન વનથી નીકળતા જ ટ્રમ્પે માસ્ક ઉતારીને પોતાના ખિસ્સામાં મૂકી દીધું અને પછી બાલ્કનીમાં જઈને લોકોને અભિવાદન કર્યું હતું.

આ પણ વાંચો: વલસાડ જિલ્લામાં કોરોનાથી મોતના આંકડામાં વિસંગતતા

જણાવી દઈએ કે, ગત ગુરુવારે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને પ્રથમ મહિલા મેલાનિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ (Trump Corona Report) આવ્યો હતો. જે બાદ બન્નેને વ્હાઈટ હાઉસમાં જ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા હતા. જો કે શુક્રવારે તબીયત વધારે બગડતા રાષ્ટ્રપતિ ટ્રમ્પને વૉલ્ટર રીડ મિલિટ્રી હોસ્પિલમાં દાખલ કરાયા હતા.

અગાઉ કોરોનાની સારવાર કરાવી રહેલા ટ્રમ્પ રવિવારે પોતાના સમર્થકોનું અભિવાદન સ્વીકારવા માટે અચાનક હોસ્પિટલની બહાર નીકળી આવ્યા હતા. ટ્રમ્પે આ દરમિયાન કપડાથી બનેલ માસ્ક પહેરીને રાખ્યું હતું. તેમની સાથે માસ્ક પહેરેલા સિક્રેટ સર્વિસના બે એજન્ટો પણ હતા. તેમના આ પગલાની ડેમોક્રેટિક પાર્ટીના નેતાઓ અને હેલ્થ એક્સપર્ટોએ આલોચના કરી હતી.