Gujarat Exclusive > દેશ-વિદેશ > કમલનાથની પત્રકાર પરિષદમાં સામેલ થયો કોરોના પોઝિટિવ પત્રકાર, પૂર્વ CM ક્વોરેન્ટાઈન

કમલનાથની પત્રકાર પરિષદમાં સામેલ થયો કોરોના પોઝિટિવ પત્રકાર, પૂર્વ CM ક્વોરેન્ટાઈન

0
219

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે પોતાને આઈસોલેટ કર્યા છે. તેમણે 20 માર્ચે પ્રેસ કોન્ફ્રેન્સ યોજી હતી. તેમાં તેમણે પોતાના રાજીનામાની જાહેરાત કરી હતી. આ પત્રકાર પરિષદમાં હાજર એક પત્રકારની પુત્રીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. તે પુત્રીના પિતામાં પણ કોરોનાના લક્ષણ જોવા મળ્યા છે. આ પત્રકાર પરિષદમાં લગભગ 200 જેટલા પત્રકારો હાજર હતા. ત્યાં હાજર બધા પત્રકારોને લગભગ બધાને ક્વોરેન્ટાઈનમાં જવુ પડી શકે છે.

મધ્યપ્રદેશમાં પણ કોરોનાએ પગ પેસારો કર્યો છે. અત્યારસુધી જબલપુરમાં 6, ઇન્દોરમાં 4, ભોપાલમાં 2 તેમજ ઉજ્જૈન, ગ્વાલિયર અને શિવપુરીમાં એક-એક પોઝિટીવ કેસ મળ્યા છે. મધ્યપ્રદેશમાં કોરોના કેસની સંખ્યા 15 થઇ ગઇ છે.


કલેક્ટર અને જિલ્લા દંડાધિકારી શ્રી લોકેશ જાટવે ઈન્દોર નગર નિગમની સીમામાં કરફ્યુંનું એલાન કર્યું છે. કલેક્ટર દ્રારા કરફ્યુમાં જે આદેશ આપવામાં આવ્યો છે તેમાં સ્પષ્ટ છે કે પ્રિન્ટ, ઈલેક્ટ્રોનિક અને સોશિયલ મીડિયાને કોઈ પણ રીતના કરફ્યું પાસની જરૂર નથી. મીડિયાને મધ્યપ્રદેશમાં પણ કરફ્યુંથી મુક્ત કરવામાં આવી છે.

કોરોના વાઈરસ સર્ચ ટ્રેન્ડ 1 જાન્યુઆરીથી 10 માર્ચ વચ્ચે 100 ગણો વધી ગયો