Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદમાં કોરોનાની સ્થિતિ સુધરી, છેલ્લા સપ્તાહમાં સંક્રમિતોની સંખ્યા ઘટી

અમદાવાદમાં કોરોનાની સ્થિતિ સુધરી, છેલ્લા સપ્તાહમાં સંક્રમિતોની સંખ્યા ઘટી

0
184

• અમદાવાદમાં કોરોનાનું જોર ઘટ્યું
• ગુજરાતમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો
• છેલ્લા અઠવાડિયામાં 1565 નવા કેસ સામે આવ્યા
• અગાઉના સપ્તાહે 2184 નવા કેસો નોંધાયા હતા

અમદાવાદ: ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 3 દિવસથી 600થી વધુ કોરોનાના પોઝિટિવ કેસો નોંધાઈ રહ્યાં છે. ગુજરાતમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત એવા અમદાવાદ શહેરમાં છેલ્લા થોડા દિવસોથી કોરોના સંક્રમિતોની સંખ્યા ધીમે-ધીમે ઘટી રહી છે. જો કે રાજ્યના અન્ય જિલ્લાઓમાં કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે.

આ પણ વાંચો:  કોરોના સંકટ અને ચીન સાથે તનાવ વચ્ચે આજે દેશને સંબોધિત કરશે PM મોદી

જો અમદાવાદની વાત કરીએ તો, શહેરમાં છેલ્લા સપ્તાહથી કોરોના સંક્રમિતોની સંખ્યા સતત 250ની નીચે આવી છે. શહેરમાં છેલ્લા 7 દિવસમાં 1565 નવા કેસ નોંધાયા છે. આમ દરરોજના સરેરાશ 223 જેટલા નવા કોરોના પોઝિટિવ કેસો સામે આવ્યા છે. જ્યારે ગત સપ્તાહે શહેરમાં 2184 કેસો નોંધાયા હતા. આમ અમદાવાદમાં છેલ્લા સપ્તાહમાં કોરોના સંક્રમણની સ્થિતિ સુધરી છે.

તારીખ  પોઝિટિવ કેસ મોત
23 જૂન 235 15
 24 જૂન 215 15
 25 જૂન 238 12
 26 જૂન 219 8
 27 જૂન 211 12
 28 જૂન 211 13
 29 જૂન 236 9

આ સાથે જ અમદાવાદમાં કોરોનાના કારણે મોતને ભેટનારા લોકોની સંખ્યા પણ ઘટી રહી છે. અમદાવાદમાં અત્યાર સુધી 1432 લોકોને આ જીવલેણ વાઈરસ ભરખી ચૂક્યો છે. જ્યારે શહેરમાં કોરોનાના કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 20716 પર પહોંચી ચૂકી છે.

જણાવી દઈએ કે, ગુજરાતમાં ગઈકાલે 624 નવા કોરોના પોઝિટિવ કેસ ઉમેરાવા સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 31,938 પર પહોંચી ગઈ છે. જ્યારે વધુ 19 લોકોના મરણ નોંધાવા સાથે કોરોનાના કારણે મૃત્યુઆંક વધીને 1827 પર પહોંચી ગયો છે.

ઈરાને ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ ધરપકડ વૉરન્ટ જારી કર્યું, ઈન્ટરપોલ પાસે માંગી મદદ