Gujarat Exclusive > દેશ-વિદેશ > દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 5.48 લાખને પાર, 24 કલાકમાં વધુ 380ના મોત

દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 5.48 લાખને પાર, 24 કલાકમાં વધુ 380ના મોત

0
261

• દેશમાં કોરોનાએ અત્યાર સુધી 16,475નો લીધો ભોગ
• 24 કલાકમાં 19459 નવા પોઝિટિવ કેસ
• સતત બીજા દિવસે કોરોના સંક્રમિતોનો આંકડો 20 હજારની નજીક

નવી દિલ્હી: દેશમાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 19,459 નવા કેસો સામે આવ્યા છે. જ્યારે આજ સમયગાળા દરમિયાન વધુ 380 કોરોના સંક્રમિતોના મરણ નોંધાયા છે.

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા પ્રમાણે, દેશમાં હેવે કોરોના સંક્રમિતોની સંખ્યા 5,48,318 પર પહોંચી ગઈ છે. જ્યારે અત્યાર સુધી કુલ 16,475 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. જો કે રાહતની વાત એ છે કે, અત્યાર સુધી 3,21,723 લોકો સારવાર બાદ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા છે. દેશમાં હાલ Covid-19ના 2,10,120 એક્ટિવ કેસો છે.

આ પણ વાંચો:  ‘બૉલિવૂડ કી હૉમ ડિલીવરી..!’ આજે મોટા સ્ટાર્સ થશે લાઈવ, કરશે મોટી જાહેરાત

જણાવી દઈએ કે, દુનિયાભરમાં કોરોનાથી પ્રભાવિત દેશોની યાદીમાં ભારત ચોથા ક્રમે છે. વિશ્વમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1 કરોડને પાર પહોંચી ચૂકી છે. જ્યારે આ જીવલેણ વાઈરસ દુનિયામાં 5 લાખથી વધુ લોકોને ભરખી ચૂક્યો છે. કોરોનાની સૌથી વધુ અસર અમેરિકામાં જોવા મળી રહી છે, જ્યારે 1.25 લાખ લોકો કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે.

જો ભારતની વાત કરીએ તો, કોરોના પ્રભાવિત રાજ્યોમાં મહારાષ્ટ્ર સૌથી મોખરે છે. જ્યાં છેલ્લા 24 કલાકમાં 5493 નવા કેસો સામે આવ્યા છે. આજ રીતે છેલ્લા 24 કલાકમાં દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં અનુક્રમે 2889 અને 606 નવા કેસો સામે આવ્યા છે. તો ચાલો જાણીએ દેશના અન્ય રાજ્યોમાં કોરોનાની શું છે સ્થિતિ?

 ક્રમ રાજ્ય કુલ એક્ટિવ કેસ કુલ કેટલા કેસ? કુલ કેટલા મરણ?
1 મહારાષ્ટ્ર 70622 164626 7429
2 કર્ણાટક 5476 13190 207
3 દિલ્હી 27847 83077 2623
4 ગુજરાત 6712 31320 1808
5 આંધ્ર પ્રદેશ 7164 13241 169
6 મધ્ય પ્રદેશ 2545 13186 557
7 રાજસ્થાન 3261 17271 399
8 તમિલનાડુ 35659 82275 1079
9 ઉત્તર પ્રદેશ 6679 22147 660
10 તેલંગાણા 9000 14419 247
11 પંજાબ 1557 5216 133
12 પશ્ચિમ બંગાળ 5451 17,283 639
13 બિહાર 2034 7118 60
14 જમ્મુ-કાશ્મીર 2683 7,093 94
15 હરિયાણા 4689 13829 223

એક દિવસની રાહત બાદ ફરીથી પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા, જાણો તમારા શહેરમાં આજનો રેટ્સ