Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > ગુજરાત: અમદાવાદ-સુરતમાં છઠ્ઠ પૂજાને લાગ્યું કોરોનાનું ગ્રહણ

ગુજરાત: અમદાવાદ-સુરતમાં છઠ્ઠ પૂજાને લાગ્યું કોરોનાનું ગ્રહણ

0
143
  • અમદાવાદ-સુરતમાં આ વખતે છઠ્ઠ પૂજાનું નહીં થાય કોઈ આયોજન
  • લોકોને ઘરે જ રહીને છઠ્ઠ પૂજા કરવાની અપીલ

અમદાવાદ/સુરત: દિવાળીની ધૂમ બાદ હવે સમગ્ર દેશમાં છઠ્ઠ પૂજાને (Chhath Puja) લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કોરોના મહામારી વચ્ચે ચાર દિવસનું મહાપર્વ છઠ્ઠ આજથી શરૂ થઈ ગયું છે. જો કે આ વખતે કોરોનાની અસર (Corona Pandemic) છઠ્ઠ પૂજામાં પણ વર્તાય રહી છે.

છઠ્ઠ પૂજામાં (Chhath Puja) મહિલાઓ નદી કિનારે જઈને સૂર્ય ભગવાની પૂજા કરે છે. જો કે હાલ ઝડપથી ફેલાઈ રહેલા કોરોના સંક્રમણને (Corona Pandemic) જોતા ભીડ એકઠી થવી ઘાતક થઈ શકે છે. આથી જ વહીવટી તંત્ર દ્વારા અનેક ઠેકાણે છઠ્ઠ પૂજા (Chhath Puja) રદ્દ કરવામાં આવી છે.

ગુજરાતમાં અમદાવાદ અને સુરત સહિત અનેક મોટા શહેરોમાં મોટી સંખ્યામાં બિહાર અને ઉત્તર પ્રદેશના લોકો વસે છે. તેઓને આ વખતે છઠ્ઠ પૂજા (Chhath Puja) કરવાનો લ્હાવો નહી મળે.

અમદાવાદમાં વર્ષોથી થતી છઠ્ઠ પૂજા (Chhath Puja) આ વખતે નહી કરવામાં આવે. કોરોના સંક્રમણની (Corona Pandemic) સ્થિતિને જોતા આયોજકોએ ઈન્દિરા બ્રિજ ખાતે આ વર્ષે છઠ્ઠ પૂજા નહીં કરવાનો નિર્ણય કર્યો છે.આ સિવાય સુરતમાં પણ છઠ્ઠ પૂજાનું (Chhath Puja) આયોજન નહીં કરવાનો નિર્ણય લેવાયો છે.

આ પણ વાંચો: મધ્ય પ્રદેશમાં બનશે Cow Cabinet, ગાયની સુરક્ષા માટે શિવરાજ સરકારનો નિર્ણય

કોરોના મહામારીને (Corona Pandemic) ધ્યાનમાં રાખીને સુરત છઠ્ઠ પૂજા (Chhath Puja) સમિતિ દ્વારા આ વર્ષે સૂર્ય પુત્રી તાપી નદીના કિનારે છઠ્ઠ પૂજાનું આયોજન નહીં કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

કોરોના સંક્રમણે (Corona Pandemic) જોતા આ વખતે સુરત કોર્પોરેશન દ્વારા પણ છઠ્ઠ પૂજા કરવા માટેની મંજૂરી ના મળતા શહેરની તમામ છઠ્ઠ પૂજા (Chhath Puja) સમિતિએ કોઈ પણ પ્રકારના આયોજન ના કરવાનો નિર્ણય લીધો છે અને લોકોને ઘરે જ રહીને છઠ્ઠ પૂજા કરવાની અપીલ કરવામાં આવી રહી છે.