Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > હોસ્પિટલોમાં ઓક્સિજનની માંગ કોરોના વધતા 4 ગણી વધી, ભાવ ડબલ થઇ ગયા

હોસ્પિટલોમાં ઓક્સિજનની માંગ કોરોના વધતા 4 ગણી વધી, ભાવ ડબલ થઇ ગયા

0
35
  • હોસ્પિટલદીઢ 8ને બદલે દરરોજ 35-40 ઓક્સિજન સિલિન્ડરની સપ્લાય થઇ રહી છે
  • 160-170માં મળતા સિલિન્ડરના GST સાથે ડબલ એટલે 316થી વધુ રુપિયા થઇ ગયા

અમદાવાદ: ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદ, સુરતમાં કોરોનાએ ભરડો લેતા પરિસ્થતિ ચિંતાજનક થઇ છે. પરિણામે અમદાવાદની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજનની માગ પણ ચાર ગણી (Corona oxygen demand increased)વધી ગઇ હોવાનું જણાયું છે. તેની સાથેજ કાળા બજારી પણ થવા લાગતા ઓક્સિજન સિલિન્ડરના ભાવ લગભગ ડબલ થઇ ગયા.

કોરોનામાં શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાથી ઓક્સિજનની બહુ જ જરુર પડે છે. તેથી જેવુ ઓક્સિજન લેવલ નીચે જાય કે તુરત જ ઓક્સિજન લેવાથી રાહત રહે છે. માટે ઘણા લોકોએ તો ઘરમાં ઓક્સિજન સિલિન્ડર વસાવવા માંડ્યા છે. આંકડાકીય માહિતી મુજબ શહેરની ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજન સપ્લાય કરતી અમદાવાદમાં 8 કંપનીઓ છે.

આ પણ વાંચોઃ કોરોના સંકટ વચ્ચે નફાખોરી! ઑક્સિજનની માંગ વધતા કંપનીઓએ કિંમત વધારી

કોરોનાનો ભરડો વધતા આરોગ્યતંત્ર સતર્ક થયુ

સામાન્ય રીતે એક કંપનીમાંથી હોસ્પિટલદીઠ રોજના 8 ઓક્સિજન સિલિન્ડર પહોંચાડાય છે. પરંતુ હાલમાં કોરોનાના કેસોમાં વધારો થતાં રોજના 35થી 40 સિલિન્ડર સપ્લાઈ થઈ રહ્યા છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોનાના કેસ વધતા આરોગ્ય તંત્ર વધુ સતર્ક બન્યું છે.

ઓક્સિજનના સપ્લાયર પ્રણવ શાહે જણાવ્યુ કે, એક હોસ્પિટલમાં 35થી 40 ઓક્સિજન ગેસના સિલિન્ડર જઇ રહ્યા છે. જોકે, આરોગ્ય વિભાગે હોસ્પિટલમાં અને ઇન્ડસ્ટ્રીઝમાં થતી ઓક્સિજન ગેસની સપ્લાય બાબતે 60-40નો રેશિયો રાખવાનું જણાવ્યું છે. પરંતુ એવું થાય તો ઇન્ડસ્ટ્રીઝમાં કામ થવાનું બંધ થશે.

કોવિડ હોસ્પિટલોમાં ઓક્સિજનની અછતના સમાચારો મળી રહ્યાં છે. અગાઉ જે ઓક્સિજન સિલિન્ડરની કિંમત 160 થી 170 રૂપિયા હતી. જેની કિંમત વધારીને કંપનીઓએ 285 રૂપિયા કરી દીધી છે. આટલું જ નહીં, આ કિંમત ઉપર પણ GST પણ ચૂકવવો પડે છે. આમ એક ઓક્સિજન સિલિન્ડર 316 રૂપિયામાં પડે છે. એવામાં સરકારે પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે તો માટે યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ.

રોમટિરિયલ સપ્લાચ કંપનીઓ પર કાળા બજારીનો આરોપ

ઓક્સિજન સિલિન્ડર તૈયાર કરતી કંપનીઓના માલિકો ઓક્સિજન બનાવવા માટે રો મટિરિયલ સપ્લાઈ કરતી એજન્સીઓ પર બ્લેક માર્કેટિંગ કરી રહી હોવાના આક્ષેપો કરી રહી છે.

આ પણ વાંચોઃ સુરતના 13 વર્ષીય કોરોનાગ્રસ્ત ધ્રુવનું માત્ર 5 કલાકમાં મૃત્યુ ચિંતાજનક સ્થિતિ

દરિયાપુર વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે ટ્વીટ કરીને સરકાર સમક્ષ માંગ કરી છે કે, ઓક્સિજનની જરૂરિયાત (Corona oxygen demand increased)ને ધ્યાનમાં રાખીને સરકારે ઓક્સિજન સિલિન્ડર મૂળ કિંમત પર પળી રહે તેવી વ્યવસ્થા કરવી જોઈએ.

ઓક્સિજન સપ્લાયરનું સરકારને સુચન

ઓક્સિજનના સપ્લાયર પ્રણવ શાહે રાજ્ય સરકારને સૂચન કર્યું છે કે, ગુજરાત લેવલે એર સ્પ્રેશન પ્લાન્ટ ઘણા છે. ઓક્સિજન માટે જરૂરી લિકવિડ પરનું ભારણ ઘટાડવા એરસપ્રેશન કાર્યરત રહે તે જરૂરી છે. ભાવનગરમાં 19 એરસપ્રેશન પ્લાન્ટ છે અને આખા ગુજરાતમાં 125 પ્લાન્ટ છે. આ પ્લાન્ટસને સંપૂર્ણપણે ચાલુ કરાય તો માત્ર ભાવનગરમાંએક દિવસમાં160 ટન ઓક્સિજન પ્રોડક્શન છે. જેમાં 70 ટન ભાવનગરમાં વપરાય છે જયારે બાકીનું બચેલું ઓક્સિજન મેડીકલ અને ઇન્ડસ્ટ્રીઝમાં આપી શકીએ. જો આ રીતે બધા એર સપ્રેશન પ્લાન્ટ ચાલુ થઈ જાય તો લિકવિડનું ભારણ ઓછું કરી શકાશે. ઓક્સિજનના પ્રોડકસનમાં પણ ચાર ઘણું વધારે થશે. અને ઇન્ડસ્ટ્રીઝને મરતા બચાવી શકાશે.

એર સ્પ્રેશન પ્લાન્ટ બંધ થશે તો લિકવિડની અછત થશે

જો એર સ્પ્રેશન પ્લાન્ટ ચાલુ નહિ થાય તો લિકવિડની શોર્ટેજ પડશે અને હોસ્પિટલની માંગને પહોંચી નહી વળાય. ઓક્સિજન નહિ મળે તો દિવસે દિવસે ઇન્ડસ્ટ્રીઝ બંધ થઈ જશે. કોઈપણ ઇન્ડસ્ટ્રીઝ ગેસ વગર ચાલતી નથી સરકાર આવી ઇન્ડસ્ટ્રીઝ બચાવવા માંગતી હોય તો એર સ્પ્રેશન પ્લાન્ટ ચાલુ કરવા પડશે. Corona oxygen demand increased

આ પણ વાંચોઃ ગુજરાતમાં ડરાવી રહ્યાં છે કોરોનાના આંકડા, છેલ્લા 6 દિવસમાં 17 હજારથી વધુ કેસ

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat