Gujarat Exclusive > દેશ-વિદેશ > કોરોનાએ ભારતમાં વધુ 2નો લીધો ભોગ, મહારાષ્ટ્ર-યુપીમાં નવા કેસો નોંધાયા

કોરોનાએ ભારતમાં વધુ 2નો લીધો ભોગ, મહારાષ્ટ્ર-યુપીમાં નવા કેસો નોંધાયા

0
325

નવી દિલ્હી: કોરોના વાઈરસનો પ્રકોપ ભારતમાં સતત વધતો જઈ રહ્યો છે. તેની સૌથી વધુ અસર મહારાષ્ટ્રમાં જોવા મળી રહી છે, જ્યાં કોરોનાના 2 નવા પોઝિટિવ કેસો સામે આવ્યા છે. આ સાથે જ કાશ્મીરમાં કોરોનાના પ્રથમ દર્દીનું મોત નીપજ્યું છે. સમગ્ર દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 600થી વધુ કેસો નોંધાયા છે.

જો મહારાષ્ટ્રની જ વાત કરીએ તો મહારાષ્ટ્રમાં બે નવા કેસો સામે આવ્યા છે. આ સાથે જ મહારાષ્ટ્રમાં કોરોના પોઝિટિવ કેસો વધીને 124 થઈ ગયા છે. મહારાષ્ટ્ર સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે, મુંબઈ અને થાણેમાં કોરોના વાઈરસના પોઝિટિવ બે નવા કેસો નોંધાયા છે. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં વધુ એક દર્દીએ પોતાનો જીવ ગુમાવવા સાથે જ કોરોના વાઈરસથી રાજ્યમાં અત્યાર સુધીમાં 4 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

આ ઉપરાંત ઉત્તર પ્રદેશના લખનઉમાં પણ 4 નવા કેસો કોરોના પોઝિટિવના સામે આવ્યા છે. જેમાં એક 21 વર્ષની યુવતી પણ સામેલ છે. જેના પેરેન્ટ્સનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આ સિવયા 33 વર્ષની એક મહિલા અને 39 વર્ષના એક પુરૂષનો કોરોનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.

આ સિવાય ગુરૂવારે કોરોના વાઈરસથી ભારતમાં વધુ 2 વ્યક્તિના મોત થયા છે. આ સાથે જ દેશમાં કોરોનાના કારણે મોતને ભેટેલા વ્યક્તિઓનો આંકડો 15 પર પહોંચ્યો છે. જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં એક 65 વર્ષના કોરોના વાઈરસના દર્દીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. શ્રીનગરની CD હોસ્પિટલે તેની પુષ્ટિ કરી છે. આ ઉપરાંત આ વ્યક્તિના સંપર્કમાં આવનાર 4 વ્યક્તિઓમાં પણ કોરોના પોઝિટિવ મળી આવ્યો છે.

અગાઉ ગઈકાલે અમદાવાદમાં પણ કોરોના પોઝિટિવ વૃદ્ધ મહિલા મોતને ભેટી હતી. આ મહિલા મક્કા-મદિનાથી પરત ફરી હતી. જેમની 22 માર્ચે કોરોનો પોઝિટિવ આવતા શહેરની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.

જણાવી દઈએ કે, સમગ્ર દેશમાં રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનનો આજે બીજો દિવસ છે. કોરોના મહામારી સામે જંગ જીતવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 21 દિવસ માટે સંપૂર્ણ દેશમાં લૉકડાઉનની જાહેરાત કરી છે. આ દરમિયાન લોકોને ઘરેથી નીકળવાની મંજૂરી નથી, પરંતુ જરૂરી સેવાઓ જેમ કે બેંક, હોસ્પિટલો, દૂધ, કરિયાણા અને દવાની દુકાનો ખુલ્લી રહેશે.

કોરોનાથી મહાવિનાશના મુખમાં ધકેલાઈ રહ્યું છે સુપરપાવર, ન્યૂયોર્કમાં હાલત બેકાબૂ