Gujarat Exclusive > દેશ-વિદેશ > મહારાષ્ટ્રના પૂણે પહોંચ્યો કોરોના વાયરસ, ભારતમાં અત્યાર સુધી 47 કેસો

મહારાષ્ટ્રના પૂણે પહોંચ્યો કોરોના વાયરસ, ભારતમાં અત્યાર સુધી 47 કેસો

0
520

મુંબઈ: મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનો પ્રથમ કેસ પૂણેમાંથી સામે આવ્યો છે. જેમાં પતિ-પત્નીની મેડિકલ તપાસમાં કોરોના પોઝિટિવ આવ્યો છે. આ બન્ને દર્દીઓ 1 જાન્યુઆરીએ દુબઈથી પૂણે આવ્યા હતા. બન્ને પૂણેની એક ટ્રાવેલ એજન્સી તરફથી આયોજિત દુબઈ ટૂરમાં ખાડી દેશોમાં ગયા હતા.

આ દંપતિને 1 જાન્યુઆરીથી અત્યાર સુધી કોઈ તકલીફ નહતી થઈ, પરંતુ સોમવારે સવારે તેમને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. જેના કારણે બન્ને પતિ-પત્ની પૂણેની નાયડુ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. જ્યાં તેમના ટેસ્ટ કરવામાં આવ્યા. અહીં બન્નેના સ્વાબ લઈને નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ વાયરોલૉજીમાં ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે. જેમાં તેમના સેમ્પલ પોઝિટિવ આવ્યા બાદ નાયડૂ હોસ્પિટમાં તેમને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

જણાવી દઈએ કે, ભારતમાં કોરોના વાયરસના કેસો વધીને 47 થઈ ગયા છે. પંજાબમાં COVID-19નો એક દર્દી સામે આવ્યો છે. પંજાબમાં જે દર્દીના કોરોનો પોઝિટિવ આવ્યો છે, તે ઈટલીનો પ્રવાસ કરી ચૂક્યો છે. રવિવારથી અત્યાર સુધીમાં કોરોનાના 8 નવા કેસો સામે આવ્યા છે.

કેરળ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, બેંગલુરૂ અને જમ્મુ-કાશ્મીરમાંથી કોરોનાના કેસ સામે આવ્યા છે. જ્યારે પૂણેમાં 2 દર્દીઓ છે. જેમની સારવાર ચાલી રહી છે. 8 માર્ચે જ કેરલમાં 5 નવા કોરોના વાયરસના કેસો સામે આવ્યા હતા. જેમાંથી 3 જણા ઈટલીનો પ્રવાસ કરીને આવ્યા હતા, જ્યારે અન્ય બે લોકો તેમના પરિવારના સભ્ય છે.

આ ઉપરાંત લદ્દાખમાં 2 કોરોનાના દર્દીઓ છે. જેઓ ઈરાનનો પ્રવાસ કરી ચૂક્યા છે. તમિલનાડુથી પણ એક કેસ સામે આવ્યો છે. તમિલનાડુમાં જે વ્યક્તિને કોરોના પોઝિટિવ આવ્યો છે, તે ઓમાનનો પ્રવાસ કરીને આવ્યો હતો. 5 માર્ચે ગાજિયાબાદમાં કોરોના વાયરસનો 1 કેસ સામે આવ્યો હતો. જયપુરમાં 2 ઈટલીના નાગરિકોને કોરોના પોઝિટિવ આવ્યો છે. જ્યારે દિલ્હીમાં 14 ઈટાલિયન અને 2 ભારતીયોને COVID-19 પોઝિટિવ છે.

3 મિનિટમાં એરક્રાફ્ટની જેમ ઉડશે કાર, ગુજરાતમાં આ સપનું થશે સાકાર